Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં બે વ્યક્તિના હૃદયરોગથી અવસાન થતાં પ્રસરી ચિંતાની લાગણી

હૃદયરોગના લક્ષણ ન હોવા છતાં પણ આવે છે હુમલાઃ

ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયામાં તાજેતરમાં જ બે યુવાનના હૃદયરોગના હુમલાથી અવસાન થતાં નાગરિકોમાં વધુ એક વખત ચિંતા પ્રસરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં કેટલાક સમયથી હૃદયરોગથી મૃત્યુ થયાના બનાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે તાજેતરમાં બે યુવકના હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાના બનાવથી લોકોમાં ચિંતાની લાગણી જન્મી છે.

ખંભાળિયામાં સલાયા ફાટક પાસે ક્રિષ્ના હોસ્પિટલની પાછળ રહેતા જીતુભાઈ મૂળુભાઈ ગઢવી (ઉ.વ.૪૩)ને છાતીમાં દુખાવો થતાં સ્થાનિક હોસ્પિટલમાંથી દવા લેવામાં આવી હતી. તે પછી ઉંઘમાં જ વહેલી સવારે હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થયું હતું. મૃતક યુવાન ત્રણ સંતાનના પિતા હોવાનું જાણવા મળી રહ્યું છે. ગઈકાલે પણ ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક ૩૦ વર્ષના યુવાનનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh