Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સિક્કામાં પિતા-પુત્રી પર પાડોશીનો હુમલોઃ
જામનગર તા. ૨૦: જામનગરના એક યુવાન હાથઉછીના લીધેલા પૈસા ચૂકવી ન શકતા લેણદારે છરીથી હુમલાનો પ્રયાસ કર્યાે હતો. પોતાના બચાવમાં આ યુવાને તે જ છરી ઝૂંટવી લઈ વળતો પ્રહાર કર્યાે હતો. જેમાં લેણદાર ઘવાયો છે. જ્યારે સિક્કામાં બે દિવસ પહેલાં પિતા-પુત્રીને આઠ પાડોશીએ માર માર્યાે હતો.
જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી નંદન વન સોસાયટીની શેરી નં.રમાં રહેતા હર્ષ હિતેશભાઈ નંંદા નામના તરૂણે પંદરેક દિવસ પહેલાં રૂા.૩પ હજાર ત્યા જ આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા આશિષ રઘુભાઈ ગંઢા પાસેથી ઉછીના લીધા હતા.
ત્યારપછી પૈસાની સગવડ ન થતાં પંદર દિવસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં હર્ષ નંદા દેણું ચૂકવી ન શકતા આશિષ ગંઢાએ વાત કરવા માટે ગયા શનિવારે રાત્રે સાધનાકોલોની પાસે હર્ષને બોલાવ્યો હતો. ત્યાં ગયેલા હર્ષ પર બોલાચાલી પછી છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યાે હતો.
હેબતાયેલા હર્ષે પોતાન બચાવમાં બળપ્રયોગ કરી છરી ઝૂંટવી લીધી હતી અને આશિષને ખભ્ભાના ભાગે હુલાવી દીધી હતી. તે પછી આશિષે ગાળો ભાંડી ઢીકાપાટુ વડે માર માર્યાે હતો. ગઈકાલે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હર્ષે ફરિયાદ કરી છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં ઈદ મસ્જિદ સામે શાળાની પાછળ રહેતા ઝેબાબેન અબ્દુલ સાટી નામના યુવતીના ભાભી સાયદાબેન મુસા સાટીને ગયા મંગળવારે સાંજે મરીયમબેન યુસુફભાઈએ બોલાવીને કહ્યું હતું કે, તમે જે મકાનમાં રહો છો તે મારા સસરાનું છે.
ત્યારપછી બીજા દિવસે સાંજે ઝેબાબેન તથા તેમના કુટુંબીજનો અગાસી પર હતા ત્યારે રાડારાડીનો અવાજ સાંભળવા મળતા ઝેબાબેન જોવા ગયા હતા. ત્યારે મરીયમબેન તથા યુસુફ, અલીભાઈ, આહદ, કમીલ ફારૂકભાઈ, આશિયાના યુસુફ, આસેકુન યુસુફ, સરમીન ફારૂક નામના આઠ વ્યક્તિ ઝેબાબેનના પિતા અબ્દુલભાઈને પાઈપ, ઢીકાપાટુ તથા ધોકાથી મારતા જોવા મળ્યા હતા. આ યુવતી વચ્ચે પડતા તેણીને પણ માર મારવામાં આવ્યો હતો. સિક્કા પોલીસ સ્ટેશનમાં ઝેબાબેને ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial