Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડેમ સાઈટ પર નહીં જવા જિલ્લા કલેક્ટરની અપીલઃ
ખંભાળિયા તા. ર૦: દ્વારકા જિલ્લામાં ચાર ડેમ ઓવરફ્લો થયા છે અને બીજા ચાર ડેમ છલકાવવાની તૈયારીમાં હોવાથી લોકોને તંત્ર દ્વારા સાવચેત કરાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલામાં સતત વરસી રહેલા વરસાદથી સમગ્ર જિલ્લાના કુલ ૧પ ડેમો નાના-મોટા આવેલા તેમાંથી ગઈકાલે પ્રથમ ખંભાળિયા-જામનગર રોડ પરનો આરાધના ધામ પાસેનો સિંહણ ડેમ જે રર ફૂટની ઊંચાઈ સાથે વાડીનાર-સલાયા માટે પીવાનું પાણી તથા સિંચાઈ પૂરી પાડે છે તે છલકાયો હતો.
આગલા દિવસે ૧૦ ફૂટ ખાલી આ ડેમ ઉપરવાસ ભારે વરસાદથી એક જ દિવસમાં ૧૦ ફૂટ ભરાઈ જતા બે ફૂટે ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત મહાદેવિયા સિંચાઈ યોજનાનો ડેમ કે જે મહાદેવિયા ચારણતુંગી માટે બનાવાયો છે તે પણ ઓવરફ્લો થઈ ગયો હતો, તો ખંભાળિયાના કોટા કંડોરણાનું પાણી જ્યાં આવે છે અને જેનો ઓવરફ્લો ઘી ડેમમાં જાય છે તે કંડોરણા ડેમ પણ ઓવરફ્લો થયો હતો, તો કલ્યાણપુર તાલુકાના ચાચલાણા, ગાંગડી, દેવળિયા, હર્ષદ ગાંધવી ને પાણીમાં મદદરૂપ થતો સીંધણી ડેમ પણ છલકાયો હતો.
અનેક ડેમોની સપાટી ૯૦ ટકા ઉપર છલકાવાની તૈયારી
હાલ વરસાદની સ્થિતિ હોય તથા આગાહી હોય અનેક બીજા ડેમો પણ છલકાવાની સ્થિતિમાં ૯૦ ટકા ઉપરાંત પાણી ભરાયા હોય, તંત્ર દ્વારા હેઠવાસના લોકોને તાકીદ કરાયા છે.
ભાણવડ પાસેનો વર્તુ-૧ ડેમ ૯૩ ટકા ભરાઈ ગયો છે, જ્યારે સેઢા ભાડથરી ડેમ ૯૧ ટકા ભરાયો છે.સોનમતી ડેમ ૮૬ ટકા ભરાયો છે, જ્યારે ઘી ડેમ ૭૩ ટકા ભરાયો છે. સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. બેહ ગામ પાસે ઢાંઢાવાળા ડેમ તથા ખંભાળિયા-પોરબંદર રોડ પર સોરઠી ડેમ છલકાયા છે. જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા ડેમ સાઈટો પર ચાલુ વરસાદમાં ના જવા તથા પાણી ભરેલા, રસ્તામાં વાહનો ના નાખવા અપીલ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial