Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરમાં ત્રણ-ચાર ફૂટ પાણી ઘૂસતા લોકોએ અજંપાભરી રાત વિતાવીઃ દુકાન-ગોડાઉનોમાં પાણી ઘૂસતા વેપારીઓને નુકસાનઃ મંદિરોમાં દર્શનાર્થીઓ નહીંવત
બે દિવસથી યાત્રાધામ દ્વારકામાં ૫ડી રહેલા અનરાધાર વરસાદના કારણે યાત્રાધામ દ્વારકા જળબંબાકાર થયું છે. ઘરોમાં ત્રણ-ચાર ફૂટ પાણી ઘૂસી જતા અનેક પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે, તો બેન્કો, હોટલ-રેસ્ટોરન્ટમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા છે. ગાજવીજ સાથે સતત વરસાદ પડવાથી દ્વારકાની બજારો, માર્ગો, રહેણાક વિસ્તારો, આંતરિક રસ્તાઓ તથા શેરી-ગલીઓમાં બધે જ્યાં જુઓ ત્યાં જલભરાવ થયો છે અને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ઓફિસો-બેન્કો-શોપીંગ સેન્ટરોમાં પાણી ઘૂસી જતા માલસામાન તથા સાધન-સામગ્રીને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત કેટલાક સ્થળે જલભરાવના કારણે અટવાયેલા લોકોને મદદરૂપ થવા એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ હોવાનું પણ જાણવા મળે છે. આજે સવારે વરસાદ ચાલુ રહેતા સ્થિતિ વધુ વણસી રહી હોવાના અહેવાલો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial