Advertisement
Author: નોબત સમાચાર

શેરબજારમાં સન્નાટોઃ સેન્સેક્સમાં ૮૦૦ થી વધુ પોઈન્ટનો કડાકોઃ રૂ. ૪.૪૧ લાખ કરોડ ધોવાયા

પ્રિ-સેશનમાં સેન્સેક્સ ટોચથી ૧૦૭ર પોઈન્ટ તૂટ્યો હતોઃ

મુંબઈ તા. ર૧: આજે ભારતીય શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. સવારે સેન્સેક્સ ૮૦૦ થી વધુ પોઈન્ટ તૂટ્યો છે. રિયાલીટી-પીએસયુ શેરોમાં ગાબડું પડ્યું છે. રોકાણકારોના રૂ. ૪.૪૧ લાખ કરોડનું ધોવાણ થયું.

શેરબજારમાં આજે પીએસયુ અને રિયાલીટી શેર્સમાં મોટાપાયે વેચવાલીના પગલે શેરબજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે. મોર્નિંગ સેશનમાં સેન્સેક્સ તેની ટોચથી ૧૦૭ર.૯૩ પોઈન્ટ તૂટ્યો હતો, જ્યારે ગઈકાલના બંધ સામે ૩૪૯ પોઈન્ટનું ગાબડું નોંધાયું છે.

નિફ્ટીએ પણ તેની અત્યંત મહત્ત્વની ર૩,૩૦૦ ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી છે. ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપ્રમુખ પદે કામગીરી સંભાળવાની સાથે રોકાણકારોમાં સકારાત્મક પગલાંઓનો આશાવાદ વધ્યો છે, જો કે ટ્રમ્પે સત્તા પર આવતાની સાથે જ કેનેડા અને મેક્સિકો પર રપ ટકા ટેરિફ લાદી દેતા વૈશ્વિક બજારોમાં ફરી એકવાર ટેરિફ વોર શરૂ થવાની ભીતિ પણ વધી છે.

એશિયન બજારોના સથવારે તેમજ માર્કેટ ઓવરસોલ્ડ હોવાના કારણે આજે ભારતીય શેરબજાર તૂટ્યો હોવાનું માર્કેટ નિષ્ણાતો જણાવી રહ્યા છે. ૧૦-૪૦ વાગ્યે સેન્સેક્સ ૬૬૦.૪૮ પોઈન્ટ તૂટી ૭૬,૪૧ર.૯૬ પર, જ્યારે નિફ્ટી ૧પ૮.ર૦ પોઈન્ટ તૂટી ર૩,૧૮૬.પપ પર ટ્રેડ થઈ રહ્યો હતો. સ્મોલકેપ અને મિડકેપ શેર્સમાં પણ પ્રોફિટ બુકીંગ વધ્યું છે.

બીએસઈમાં સમાચાર લખાયા ત્યાં સુધીમાં રર૬૮ શેર ઘટાડા તરફી અને ૧૩રર શેર સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા છે. ૧૭પ શેરમાં લોઅર સર્કિટ અને ૧૯૩ શેરમાં અપર સર્કિટ લાગી હતી. આજે વધુ ૮૦ શેર પર વીક હાઈ થયા હતાં, જ્યારે ૩૯ શેરમાં વર્ષનું તળિયું નોંધાયું હતું. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સમાં ૮૦૦ થી વધુ પોઈન્ટનો કડાકો થયો છે.

શેરબજારમાં મોટાપાયે વોલેટિલિટીના પગલે આજે રોકાણકારોની મૂડી ૪.૪૧ લાખ કરોડ ઘટી છે. એટલે કે રોકાણકારોની રકમનું ધોવાણ થયું છે. સરકારી કંપનીઓના શેર્સ પણ તૂટ્યા છે. આજે મઝગાંવ ડોક ૩.૦ર ટકા, એનબીસીસી ૩.૧૩ ટકા, આઈટીઆઈ ર.૮૬ ટકા, આઈઆરએફસી ર.૯૦ ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો.

બીજી તરફ ક્રૂડ ઓઈલ કંપની બીપીએસીએલ, હિન્દુસ્તાન પેટ્રોલના શેર્સમાં ઉછાળો જોવા મળ્યો છે. રિયાલ્ટી સેગમેન્ટમાં પણ ટ્રેડેડ તમામ સ્ક્રિપ્સમાં મોટાપાયે પ્રોફિટ બુકીંગ નોંધાતા શેર્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh