Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય શેરબજારનું ફરી ઐતિહાસિક સપાટી નજીક કારોબાર!!

તા. ૨૪-૧૨-૨૦૨૫ ના સવારે ૧૦ કલાકે....

વૈશ્વિક ફંડો ગુરૂવારના ક્રિસમસથી હોલીડે મૂડને લઈ બજારમાં સક્રિયતા ઘટતાં પૂર્વે ફંડોએ આજે તેમના પોર્ટફોલિયોની નેટ એસેટ વેલ્યુ ગેમ શરૂ કર્યા સાથે ઘટયા ભાવે શેરોમાં વેલ્યુબાઈંગની વ્યાપક તક ઝડપતાં આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં પોઝીટીવ માહોલ જોવા મળ્યો હતો.

નવેમ્બર મહિનાના ઈન્ફ્રાસ્ટ્રકચર ઉદ્યોગના સારા આંકડા, ભારત-ઓમાન ટ્રેડ ડિલ બાદ હવે ન્યુઝિલેન્ડ સાથે એફટીએ વાટાઘાટ પૂર્ણ થયાની પોઝિટીવ અસર તેમજ વૈશ્વિક બજારોમાં અમેરિકામાં ફુગાવાનો આંક પાછળ વ્યાજ દરમાં ઘટાડાની શકયતા વધતાં સાથે નવેમ્બર માસના પાયાના ઉદ્યોગોના ઉત્પાદનના આંકડા એકંદર પોઝિટીવ આવતાં વર્ષના અંતની સાથે ભારતીય શેરબજાર ફરી ઐતિહાસિક સપાટી નજીક કારોબાર કરી રહ્યું હતું.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૮%ના ઉછાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૪૬% અને નેસ્ડેક ૦.૫૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૨% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૫% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૩૦૯૩ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૮૬૩ અને વધનારની સંખ્યા ૨૦૭૩ રહી હતી, ૧૫૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૦ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૯૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

ભારતીય શેરબજારમાં આજે બીએસઈ પર ફોકસ્ડ આઇટી, આઈટી અને એફએમસીજી સેક્ટરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જયારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે કારોબાર કરી રહ્યા હતા.

કોમોડિટી...

એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ફેબ્રુઆરી ગોલ્ડ રૂ.૧,૩૮,૧૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧,૩૮,૪૬૯ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૧,૩૮,૧૨૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૮૭ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૧,૩૮,૨૭૨ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે માર્ચ સિલ્વર રૂ.૨,૨૧,૦૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૨,૨૩,૭૪૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૨,૨૧,૦૦૦ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૬૯૨ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૨,૨૩,૩૪૫ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

સ્ટોક સ્પેસિફિક રેન્જ મુવમેન્ટ....

જિંદાલ સ્ટીલ (૧૦૦૬) : આયર્ન અને સ્ટીલ સેક્ટરની આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૯૯૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૯૭૬ ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૦૧૭ થી રૂ.૧૦૨૨ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૦૩૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!

એસબીઆઈ કાર્ડ્સ (૮૬૮) : એ/ટી+૧ ગ્રુપનો આ સ્ટોક રૂ.૮૫૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૮૫૦ ના સપોર્ટથી આ સ્ટોક ૮૭૮ થી રૂ.૮૮૪ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!!

હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (૪૭૪) : રૂ.૪૬૦ નો પ્રથમ તેમજ રૂ.૪૫૪ બીજા રિફાઇનરી અને માર્કેટિંગ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૪૮૦ થી રૂ.૪૮૮ આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!

એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ (૩૭૦) : ઓટો કમ્પોનન્ટ્સ એન્ડ ઇક્વિપમેન્ટ સેક્ટરનો આ સ્ટોક ટ્રેડીંગલક્ષી રૂ.૩૭૮ થી રૂ.૩૮૪ ના ભાવ સપાટીની રેન્જ મુવમેન્ટ ધરાવે છે!! અંદાજીત રૂ.૩૬૩ નો સ્ટ્રોંગ સપોર્ટ ધ્યાને લેવો...!!!

બજારની ભાવિ દિશા.... મિત્રો, વર્તમાન વર્ષમાં લાર્જ તથા મેગા-કેપ કંપનીઓની માર્કેટ કેપમાં થયેલા નોંધપાત્ર વધારાથી ભારતીય શેરબજારની ભાવિ દિશા અંગે એક સ્પષ્ટ સંકેત મળે છે. ઊંચી વોલેટિલિટી છતાં, રોકાણકારોનું વલણ હવે મજબૂત બેલેન્સ શીટ, સ્થિર કમાણી અને માર્કેટ લીડરશિપ ધરાવતી કંપનીઓ તરફ ઝુકતું દેખાઈ રહ્યું છે. સેન્સેક્સ અને નિફટી દ્વારા નવી ઊંચાઈ સ્પર્શવી એ દર્શાવે છે કે લાંબા ગાળે ભારતીય અર્થવ્યવસ્થાની વૃદ્ધિ યથાવત્ છે. વૈશ્વિક અનિશ્ચિતતા, વ્યાજદર અને જીઓપોલિટિકલ તણાવ વચ્ચે પણ દેશની મોટી કંપનીઓ પર વિદેશી તથા સ્થાનિક સંસ્થાગત રોકાણકારોનો વિશ્વાસ ટક્યો છે, જે આગામી સમયમાં બજારને વધુ સ્થિરતા આપી શકે છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh