Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાગુ કરવામાં આવી રહેલાં રેસિપ્રોકલ ટેરિફ છતાં આજે ભારતીય શેરબજારની શરૂાઆત ઉછાળા સાથે થઇ હતી. અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ મામલે આક્રમક નીતિને લઈ યુરોપ, ચાઈના સહિતના દેશો વળતાં પગલાં લઈ રહ્યા છે, ત્યારે આજરોજ રેસિપ્રોકલ ટેરિફ લાગુ થતાં પૂર્વે ભારતે ટેરિફમાં આગોતરા ઘટાડા કર્યા બાદ હવે કૃષી ચીજોની આયાત પરના અંકુશો અને ટેરિફ હળવા કરવા નિર્ણયની તૈયારી વચ્ચે આજે સપ્તાહના ત્રીજા દિવસે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો.
વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૧૦%ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસ એન્ડ પી ૫૦૦ ૦.૩૮% અને નેસ્ડેક ૦.૮૭% વધીને સેટલ થયા હતા. બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૪% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૪% વધીને ટ્રેડ થઇ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર પાવર, યુટિલિટીઝ, ઓઈલ એન્ડ ગેસ, એનર્જી, મેટલ, એફએમસીજી અને ટેલેકોમ્યુનીકેશન શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.
બીએસઈમાં સવારે ૧૦ કલાકે કુલ ટ્રેડીંગ થયેલી ૨૬૯૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૬૪ અને વધનારની સંખ્યા ૧૦૦૬ રહી હતી, ૧૨૪ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા.... મિત્રો, ઈઝરાયેલ - હમાસ યુદ્વ કે યુક્રેન - રશીયા વોરના કારણે સર્જાયેલી જીઓપોલિટીકલ ટેન્શનના પડકારો છતાં ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો હતો, પરંતુ અમેરિકા ફર્સ્ટના ચૂટણી વચનની સાથે ટેરિફ વોરમાં વિશ્વને ધકેલનારા ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓની આક્રમકતા સાથે અનિશ્ચિતતાએ વિશ્વના અનેક બજારોમાં ઉથલપાથલ મચાવ્યા સાથે ભારતીય શેરબજારમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. આમ નાણા વર્ષ ૨૦૨૪-૨૫ના અંતિમ છમાસિકમાં ઘણા ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોથી લઈ રિટેલ ઈન્વેસ્ટરોના પોર્ટફોલિયોમાં મોટું ધોવાણ થયું છે.
બજાર છેલ્લા એક મહિનામાં ખાસ માર્ચના અંતિમ દિવસોમાં ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો ભારતીય શેરબજારમાં ઘણા શેરોમાં ખરીદદાર બનતાં ભારતીય શેરબજારમાં નીચા મથાળેથી રીકવરી જોવા મળી હતી. પરંતુ હજુ ટેરિફ મુદ્દે વિશ્વને અનિશ્ચિતતાના દોરમાં રાખ્યું છે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં આગામી દિવસોમાં ટૂંકાગાળા માટે બે-તરફી અફડાતફડી સાથે સાવચેતી રાખવી જરૂારી બની રહેશે, ઉપરાંત બીજી એપ્રિલના અમેરિકા ક્યા દેશો પર કેટલી રેસિપ્રોકલ ટેરિફ લાદે છે એના પર ભારતીય શેરબજારની નજર રહેશે.
એમસીએક્સ ગોલ્ડ : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે એપ્રિલ ગોલ્ડ રૂ.૯૧૦૧૦ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૯૧૧૦૦ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૦૮૩૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૩૨૮ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.૯૦૮૩૧ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
એમસીએક્સ સિલ્વર : ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂાઆતે મે સિલ્વર રૂ.૯૯૬૬૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.૧૦૦૦૦૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.૯૯૬૬૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૦૮ પોઈન્ટના વધારા સાથે ૯૯૮૬૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!
હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રૂખ....
એચડીએફસી બેન્ક (૧૭૭૯) : એચડીએફસી ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૪૪ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૩૦ ના સ્ટોપલોસથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૭૯૭ થી રૂ.૧૮૦૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.૧૮૧૪ ઉપર તેજી તરફી ધ્યાન...!!
ઈન્ફોસીસ લિ. (૧૫૩૮) : ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૮ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.૧૪૮૮ ના સપોર્ટથી આ સ્ટોક રૂ.૧૫૫૩ થી રૂ.૧૫૬૦ ભાવ નોંધાવે તેવી સંભાવના છે...!!
આઇસીઆઇસીઆઇ બેન્ક (૧૩૨૬) : રૂ.૧૩૦૩ નો પ્રથમ તેમજ રૂ.૧૨૮૮ બીજા સપોર્ટથી પ્રાઇવેટ બેન્ક સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૪૪ થી રૂ.૧૩૫૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!
ઓરો ફાર્મા (૧૧૩૫) : ફાર્મા સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૫૩ થી રૂ.૧૧૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.૧૦૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!
ટાટા કન્ઝ્યુમર (૯૯૮) : રૂ.૦૧ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૯૬૦ સ્ટોપલોસ આસપાસ ટી એન્ડ કોફી સેક્ટરનો આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૧૦૧૩ થી રૂપિયા૧૦૨૦ આસપાસ ભાવ દર્શાવે તેવી સંભાવના છે...!!!
લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.