Advertisement
Author: નોબત સમાચાર

ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદઃ અલનીનોની અસર ખતમ

આઈએમડીની આગાહીઃ સાઉથ એશિયન ક્લાઈમેટ યુથ ફોરમનો રિપોર્ટઃ

નવી દિલ્હી તા. ૧: ભારત સહિત દક્ષિણ એશિયામાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતા વધુ વરસાદ થવાની ધારણા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન દક્ષિણ એશિયાના મોટાભાગના ભાગોમાં સામાન્યકરતા વધુ વરસાદની અપેક્ષા છે. સાઉથ એશિયન ક્લાઈમેટ આઉટલૂક ફોરમએ આ માહિતી આપી છે. આ આગાહી ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન સાનુકૂળ લા નીના પરિસ્થિતિઓને કારણે ભારતમાં ચોમાસાની મોસમના સામાન્ય વરસાદની આગાહીને અનુરૂપ છે.

ગત્ વર્ષે સક્રિય અલનીનોના કારણે ચોમાસા પર પ્રતિકૂળ અસર થઈ હતી. હવામાન શાસ્ત્રીઓનું કહેવું છે કે, હવે તેની અસર ખતમ થઈ ગઈ છે અને લા નીના સક્રિય થઈ ગઈ છે. સાઉથ એશિયન ક્લાઈમેટ આઉટલૂક ફોરમએ ર૦ર૪ ની ચોમાસાની સિઝન માટે જાહેર કરેલી આગાહીમાં આ વાત કહી છે કે દક્ષિણ એશિયાના ઉત્તર, પૂર્વ અને ઉત્તર-પૂર્વિય ભાગોના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહી શકે છે.

આ પ્રાદેશિક આબોહવાની આગાહી દક્ષિણ એશિયાની તમામ નવ રાષ્ટ્રીય હવામાન અને હાઈડ્રોલોજિકલ સેવાઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આમાં એસએએસસીઓએફના આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. ફોરમે કહ્યું કે, હાલમાં મધ્યમ અલનીનોની સ્થિતિ પ્રવતી રહી છે. ચાર મહિનાની ચોમાસાની સિઝનના પ્રથમ બે મહિના એટલે કે જૂન-જુલાઈ દરમિયાન અલનીનોની સ્થિતિ તટસ્થ રહેવાની અપેક્ષા છે. ત્યારપછીના બે મહિના એટલે કે ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન લા નીનાની સ્થિતિ અનુકૂળ રહેવાની દરેક શક્યતા છે.

આ રિપોર્ટ આવે તે પહેલા જ ભારત હવામાન વિભાગે ભારતમાં સામાન્ય કરતા વધુ વરસાદની આગાહી કરી હતી. ગયા મહિને આઈએમડી, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ માટે તેની આગાહીમાં કહ્યું હતું કે, ભારતમાં લાંબા ગાળાના સરેરાશ (એલપીએ) વરસાદના ૧૦૬ ટકા વરસાદ પડશે. આઈએમડી એ એમ પણ કહ્યું હતું કે, ચાર મહિનાની સિઝનના છેલ્લા બે મહિનામાં (ઓગસ્ટ-સપ્ટેમ્બર) વધુ વરસાદ પડશે, કારણ કે તે સમયે અનુકૂળ લા નીનાની સ્થિતિ સર્જાશે.

ભારતીય હવામાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડીએસ પાઈએ જણાવ્યું હતું કે, અલ નીનાની ઘટનામાં મધ્ય પેસિફિક મહાસાગરમાં સપાટીનું પાણી ગરમ થઈ જાય છે અને પરિણામે ભારતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું નબળું પડી જાય છે અને દૂષ્કાળની સ્થિતિ સર્જાય છે. તે જ સમયે લા નીનાના કિસ્સામાં બરાબર ઉલટું થાય છે અને તેની અસરને કારણે ચોમાસાની ઋતુમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh