Advertisement
Author: નોબત સમાચાર

એમ.પી. શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા મેલેરિયા દિવસ ઉજવાયો

મેલેરિયાના લક્ષણો-ઉપાયો અંગે માહિતગાર કરાયાઃ

જામનગર તા. ૧: દર વર્ષે રપ એપ્રિલને વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત જી.જી. હોસ્પિટલ સંલગ્ન શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગના પ્રોફેસર ડો. નરેશ મકવાણા તથા કિશોર ધડુકના માર્ગદર્શન હેઠળ પબ્લિક હેલ્થ નર્સ જયોતિબેન પરમાર તથા વિભાગના રેસિડેન્ટ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફ દ્વારા શહેરના દિગ્વિજય પ્લોટ સ્થિત વિશ્રામવાડી અર્બન હેલ્થ ટ્રેનિંગ સેન્ટરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી છે., જેમાં દિગ્વિજય પ્લોટ સ્થિત ઓશવાળ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મલેરિયા રોગ શું છે, કઈ રીતે ફેલાય છે, રોગના લક્ષણો શું છે, લક્ષણો જણાય તો શું કરવું તથા આ રોગને આગળ વધતો કઈ રીતે અટકાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા તથા કાર્યક્રમના અંતે પ્રશ્નોતરીના માધ્યમથી વિદ્યાર્થીઓના મલેરિયા તથા અન્ય રોગોના જ્ઞાન અંગે માહિતી આપવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા અવારનવાર સ્વાસ્થ્યલક્ષી અનેક મુદ્દાઓ અંગે લોક જાગૃતિ માટેના પ્રયત્નોના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું શહેરના અલગ અલગ વિસ્તારોમાં આયોજન કરવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh