Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળીયા પાલિકાના કર્મચારીઓ ખુશખુશાલઃ ફટાકડા ફોડી-પેંડા વહેંચી-ઢોલ નગારા વગાડ્યા

ખંભાળીયા તા. ૧ : ખંભાળીયા પાલિકામાં મહેકમ ખર્ચ ૪૯% ને બદલે ૬૯% જેટલું થઈ જતાં નાણાકીય બોજ વધતા તથા રાજ્ય સરકારની સૂચના તથા આદેશ પ્રમાણે પાલિકાના ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા હાલના પાલિકાના તમામ કર્મચારીઓ જે સાતમાં પગાર પંચનો લાભ મેળવતા હતા તેમને રીવર્સ પગાર પંચ ૬ઠ્ઠા પગાર પંચમાં મૂકવા આદેશ કર્યો હતો તથા તેનો અમલ ગત માસ માર્ચ-ર૪ થી કરવા આદેશ કરાયો હતો.

આ આદેશની સામે પાલિકા કર્મચારી મંડળના આગેવાન તથા રાજ્ય સફાઈકર્મી મંડળના મહામંત્રી રમેશભાઈ વાઘેલા દ્વારા હાઈકોર્ટમાં ખાસ પીટીશન દાખલ કરીને જુદી જુદી નગર૫ાલિકાઓના આ બાબતે ચુકાદા તથા મહેકમ ખર્ચમાં કાયમી સિવાયના કર્મીના પગાર ના ગણી શકાય જેવા મુદ્દાઓ રજુ કરવામાં આવતા ચીફ ઓફિસરના હુકમ સામે મનાઈ હુકમ અપાતા ખંભાળીયા પાલિકા કર્મચારીઓ દ્વારા પેંડા ખવડાવીને તથા ફટાકડા ફોડીને આ નિર્ણયની ઉજવણી કરવામાં આવી હતી.

પાલિકાના અગ્રણી કર્મચારી મંડળ પ્રમુખ રાજપાર ગઢવી, જીવણભાઈ ડગરા, રમેશભાઈ વાઘેલા, નિવૃત્ત કર્મીઓ દિનેશભાઈ જોશી, એન.આર. નંદાણીયા, રામદેવસિંહ જાડેજા વિગેરે જોડાયા હતાં તથા ન.પા.ના પટાંગણમાં ફટાકડા ફોડી ઢોલ નગારા વગાડીને આનંદ વ્યકત કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh