Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના રમતવીરો તથા વાલીઓમાં ભારે રોષની લાગણી
ખંભાળીયા તા. ૧: દ્વારકા જિલ્લો ગુજરાતનો છેવાડાનો જિલ્લો હોય, અહીં અનેક અગવડતા, અવગણના તથા અન્યાયો થાય છે. તેમાં તાજેતરમાં રમતગમત ક્ષેત્રે અન્યાય થયો છે કે, રાજયકક્ષાના રમતોત્સવમાં સાયક્લીંગ, ઘોડેસવારી, બીચ, વોલીબોલ, હેન્ડ બોલ, આર્ચરી, ચેસ, શૂટીંગ, જિમ્નાસ્ટિક ટેકવેન્ડો જેવી ૩૦ સ્પર્ધાઓમાંથી એકપણ સ્પર્ધા દ્વારકા જિલ્લામાં નથી અપાઈ, તો દિવ્યાંગો માટેના સ્પેશ્યલ ખેલ મહાકુંભમાં પણ એકપણ સ્પર્ધા દ્વારકા જિલ્લામાં નથી મળી. જ્યારે દ્વારકાની જેમ નવા ગીર સોમનાથમાં અપાયેલ છે.
અગાઉ દ્વારકા જિલ્લામાં ખંભાળીયા તથા નંદાણામાં ખેલમહાકુંભની રાજયકક્ષાની સ્પર્ધાઓ થઈ હતી તથા મીઠાપુર તથા નંદાણામાં વોલીબોલ જેવી રાજય કક્ષાની સ્પર્ધા થઈ શકે તેમ છે, તથા બ્લુફલેગ બીચ તરીકે સમગ્ર દેશમાં ખ્યાતિ ધરાવતા દ્વારકાના શિવરાજપુર બીચમાં બીચ વોલીબોલ, બીચ હેન્ડબોલનું ખૂબ જ શાનદાર આયોજન થઈ શકે તેમ હોવા છતાં પણ બીચ રમતોત્સવ પણ અહીં આપવામાં આવ્યો નથી, તો સ્પેશયલ મહાકુંભમાં દિવ્યાંગોને પણ અન્ય જિલ્લામાં જવું પડે તેવી સ્થિતિ થઈ હોય, રમત-ગમત ખેલાડીઓ તથા વાલીઓમાં પણ રોષની લાગણી ફેલાઈ છે. છેવાડાના જિલ્લાને આવડો મોટો અન્યાય કેમ...?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial