Advertisement
Author: નોબત સમાચાર

બાકી રકમ વ્યાજ સાથે ચૂકવી આપવા કર્ણાટકની પેઢીને અદાલતે કર્યાે આદેશ

જામનગરની પેઢીએ કર્યાે હતો દાવોઃ

જામનગર તા. ૧: જામનગરની એક પેઢીએ મોકલાવેલા માલસામાનની બાકી રકમ મેળવવા કર્ણાટકની પેઢી સામે જામનગર કોર્ટમાં સમરી દાવો કર્યાે હતો. તે દાવો ચાલી જતાં અદાલતે વ્યાજ સાથે બાકી રકમ ચૂકવવા કર્ણાટકની પેઢીને હુકમ કર્યાે છે.

જામનગરમાં એસ.કે. એન્ટરપ્રાઈઝ નામની ફેક્ટરી ચલાવતા કૌશલભાઈ દિનેશભાઈ કનખરા પાસેથી કર્ણાટકની પ્રસમ પ્લાસ્ટિકની પેઢીએ માલસામાન મંગાવ્યો હતો. તેની રૂ.૪,૬૨,૭૮૦ની રકમ બાકી રાખવામાં આવી હતી. તે રકમ વસૂલ મેળવવા કૌશલભાઈએ ઉઘરાણી કરતા પ્રસમ પ્લાસ્ટિકના પ્રોપરાઈટર શિવમલ્લપ્પાએ ગલ્લા તલ્લા કરતા નોટીસ અપાઈ હતી.

આમ છતાં બાકી રકમ મોકલવામાં ન આવતા જામનગરની કોર્ટમાં સમરી દાવો કરવામાં આવ્યો હતો. દાવાનો સમન્સ મળ્યા પછી પણ પ્રતિવાદી હાજર થયા ન હતા. જજમેન્ટ માટે સમન્સની અરજી કરાતા તેનું સમન્સ રજીસ્ટર એડીથી મોકલાવાયું હતું. તેમ છતાં પ્રતિવાદી હાજર થયા ન હતા. તે પછી અદાલતે ઉપરોક્ત દાવો વ્યાજ સાથે મંજૂર કર્યાે છે. બાકી રકમ ૨૪ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો કર્ણાટકની પેઢીને હુકમ કરાયો છે. જામનગરની પેઢી તરફથી વકીલ વસંત ગોરી, દીપક નાનાણી, નેહલ સંચાણીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh