Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલાકારો મુસ્તાક ખાન, મુકેશ કપાણી અને ધારશી બરડિયાની ઉપસ્થિતિમાં
જામનગર તા. ૧: સમસ્ત ભાટિયા મહાજન ગુજરાતના યુવા પ્રમુખ સંજયભાઈ આશરના નેતૃત્વમાં કાલાવડ ભાટિયા મહાજનના સહયોગથી ગત્ તા. ૬ અને ૭ એપ્રિલના કાલાવડમાં ગં.સ્વ. મંજુલાબેન નરોત્તમદાસ ગાજરિયા ટ્રોફીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજકોટ, ટંકારા, ભૂજ, કાલાવડ, ગોંડલ, અંજાર, જામનગર, અમદાવાદ, કંડોરણા, અમરેલીની ટીમોએ ભાગ લીધો હતો. અત્યંત રસાકસીભર્યા મેચો અને 'સિક્સરની વરસાદ' દ્વારા ખેલાડીઓએ ઉપસ્થિત જ્ઞાતિબંધુઓના મન મોહી લીધા હતાં. ફાઈનલ મેચ અંજાર અને ગોંડલની ટીમ વચ્ચે રમાયેલ જેમાં અંજારની ટીમ વિજેતા થઈ હતી. ચેમ્પિયન તથા રનર્સઅપ ટીમને દાતાશ્રી, બોલિવૂડના કલાકારો તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોના હસ્તે ઈનામો આપવામાં આવ્યા હતાં. ઉપરાંત પ્રતિવર્ષ યોજાતી ગો.મુ. પાનવાલા રનીંગ શીલ્ડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન પણ તા. ૭ ના જયસિંહભાઈ નેગાંધીના સંચાલન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ બન્ને કાર્યક્રમોની વિશેષતા એ રહી કે બોલિવૂડમાં ગદર, ગદર-ર, વેલકમ બેક, રાઉડી રાઠોડ સહિત ૩૦૦ જેટલી ફિલ્મોમાં અભિનયના ઓજસ પાથરનાર પ્રખ્યાત બોલિવૂડ કલાકાર 'શ્રી મુસ્તાકખાને' ખાસ ઉપસ્થિત રહી, ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો. તેઓની સાથે ભાટિયા જ્ઞાતિના ફિલ્મ-ટી.વી. એક્ટર જેઓએ ૪૦ થી વધુ હિન્દી ફિલ્મો, ૪૦ જેટલી બેવસીરીઝ, અનેક જાહેરાતોમાં કામ કરેલ છે તેવા મુકેશ કપાણી તેમજ ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ ફેમ જામનગરના ઈન્ટરનેશનલ કલાકાર શ્રી ધારશી બરડિયાએ પોતાના વિશિષ્ટ અંદાજમાં ચાલુ મેચે સૌનું મનોરંજન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સર્વશ્રી મનિષભાઈ નેગાંધી, અશોકભાઈ ગાંધી, કેતનભાઈ આશર, ચત્રભૂજભાઈ, મિતેનભાઈ આશર, મનહરભાઈ આશર, રમેશભાઈ વેદ સહિત કાલાવડ-ભાટિયા મહાજનના હોદ્દેદારોએ જહેમત ઊઠાવી હતી.
બે દિવસીય ટુર્નામેન્ટના ભવ્ય આયોજનમાં સહભાગી થનાર સર્વે મહાજનના અગ્રણીઓ, હોદ્દેદારો, દાતાશ્રીઓ, જ્ઞાતિબંધુઓ તથા ખેલાડીઓનો શ્રી સમસ્ત ગુજરાત ભાટિયા મહાજન વતી પ્રમુખ સંજયભાઈ આશર તથા સેક્રેટરી અમિતભાઈ ગાંધીએ આભાર વ્યક્ત કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial