Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીમા કંપનીના જવાબદારને હાજર થવા હુકમઃ
જામનગર તા. ૧: જામનગરના એક આસામીએ વીમો મેળવ્યા પછી તેઓએ લેવી પડેલી સારવાર અંગે વીમા કંપનીએ ક્લેઈમ ચૂકવવાનો ઈન્કાર કરતા વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરાઈ છે.
જામનગરના પૂંજાભાઈ કુરજીભાઈ કણઝારીયાએ વર્ષ ૨૦૨૨માં સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કંપની પાસેથી પોલિસી મેળવી હતી. તે પછી હૃદયમાં તકલીફ થતાં પૂંજાભાઈને અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓએ ઓપરેશન કરાવ્યું હતું.
સારવારમાં તેઓને રૂ.૩,૬૬,૪૧૪નો ખર્ચ થયો હતો. તે રકમના બીલ, સારવારના કાગળ સાથે તેઓએ ક્લેઈમ કર્યાે હતો. તે રકમ ચૂકવવાનો વીમા કંપનીએ ઈન્કાર કર્યાે હતો. આથી વીમા કંપની સામે ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં ફરિયાદ કરવામાં આવી છે. ફોરમે વીમા કંપનીના જવાબદાર વ્યક્તિને હાજર થવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભાર્ગવ મહેતા, રામદે ગઢવી, મયુર મારકણા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial