Advertisement
Author: નોબત સમાચાર

આર્મીની ભરતીના નકલી એડમીટ કાર્ડ બનાવવાના કૌભાંડમાં આરોપી જામીનમુક્ત

જામનગર તા. ૧: આર્મીના રિક્રુટમેન્ટ બોર્ડના અધિકારીની નકલી સહી તથા સિક્કાવાળા ભરતી માટેની લેખિત પરીક્ષાના નકલી કાર્ડ બનાવવાના કૌભાંડમાં ગિર સોમનાથ જિલ્લાના વતની શખ્સની ધરપકડ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી મંજૂર રખાઈ છે.

જામનગરમાં નવી જેલ રોડ પર આવેલા મિલીટરી એરિયામાં રહેતા અને આર્મીના રિક્રુટમેન્ટ બોર્ડમાં મેજર તરીકે ફરજ બજાવતા વિજય સુબૈયા મોલીને જાણકારી મળી હતી કે, કોઈ શખ્સે બોર્ડના અધિકારી રાજીવકુમારના નામ જોગ ડુપ્લીકેટ રબ્બર સ્ટેમ્પ બનાવી, સહી કરી આર્મીની ભરતી માટે લેખિત પરીક્ષા આપવાના નકલી એડમીટકાર્ડ બનાવ્યા છે.

તે નકલી કાર્ડ વોટ્સએપ પણ મુકવામાં આવ્યા હતા. તેને જોયા પછી રાજીવકુમારે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે શરૂ કરેલી તપાસમાં ગિર સોમનાથ જિલ્લાના વતની જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચુભાઈ ચુડાસમા નામના શખ્સની આઈપીસી ૪૬૫, ૪૬૮, ૪૮૪ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આ આરોપીએ જામીનમુક્ત થવા સેશન્સ કોર્ટમાં અરજી કરતા અદાલતે તેને રૂ.૭૫ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરા રોકાયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh