Advertisement
Author: નોબત સમાચાર

વડાપ્રધાનના આગમનના સ્થળથી માંડી સભા સ્થળ સુધી ગોઠવાઈ ચૂસ્ત વ્યવસ્થા

૧૦ આઈપીએસની બેઠકમાં કરાઈ ચર્ચા-વિચારણાઃ

જામનગર તા. ૧: જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન સભા સંબોધવા આવી રહ્યા છે ત્યારે જામનગરનું પોલીસતંત્ર સતર્ક બની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી રહ્યું છે. ગઈકાલે રેન્જ આઈજીના અધ્યક્ષપદે ૧૦ આઈપીએસની બેઠક યોજવામાં આવી હતી. તેમાં વડાપ્રધાનના આગમનના સ્થળથી માંડી સભા સ્થળ સુધી ગોઠવાયેલી વ્યવસ્થા ચકાસાઈ હતી અને જરૂરી સૂચનાઓ પોલીસ અધિકારીઓને અપાઈ હતી.

જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા યોજાવાની છે. સાતરસ્તા નજીક પ્રદર્શન મેદાન સ્થિત સભા સ્થળે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાઈ રહ્યો છે. આવતીકાલે સાંજે ચાર વાગ્યે સભા યોજાશે તે પહેલા વડાપ્રધાન એરફોર્સ સ્ટેશન પર લેન્ડિંગ કરશે અને ત્યાંથી તેઓ કાર મારફતે સભા સ્થળે આવી પહોંચશે.

વડાપ્રધાનના આગમન પહેલાં સુરક્ષાના કારણોસર બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. ગઈકાલે જામનગરના ધન્વન્તરિ એડિટોરિયલમાં રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સહિતના દસ આઈપીએસની અને પોલીસ અધિકારીઓ, કર્મચારીઓની બેઠક યોજવામાં આવી હતી. તેમાં વડાપ્રધાનના આગમનના રૂટ તેમજ સભા સ્થળ પર રાખવાના થતાં બંદોબસ્ત અંગે ચર્ચા વિચારણા કરાઈ હતી.

રૂપાલા મુદ્દે કરાઈ રહેલા વિરોધ પ્રદર્શન મામલે સભા સ્થળે કે રૂટ પર કોઈ બાધા ઉભી  ન થાય તે માટે પોલીસ દ્વારા ચાંપતા પગલાં ભરવામાં આવી રહ્યા છે. તમામ આઈપીએસ દ્વારા ઝીણામાં ઝીણી બાબતોને ચકાસવામાં આવી રહી છે અને તે બાબતની સૂચનાઓ પોલીસ અધિકારીઓને આપવામાં આવી રહી છે.

બેઠકમાં દ્વારકા જિલ્લાના પોલીસવડા સહિતના આઈપીએસ અધિકારીઓ તેમજ જામનગરના ડીવાયએસપી જે.એન. ઝાલા તેમજ તમામ પીઆઈ, પીએસઆઈ અને પોલીસ ટીમ ઉપસ્થિત રહી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh