Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત બીજા મહિનામાં ઘટાડો કરાયોઃ
નવી દિલ્હી તા. ૧: કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થયો છે, જો કે ઘર વપરાશનો ભાવ યથાવત્ રખાયો છે. દિલ્હીમાં ૧૯ કિલોના સિલિન્ડરની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો થતા કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સતત બીજા મહિને સસ્તુ થયું છે.
ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ સતત બીજા મહિને ૧૯ કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં તેની કિંમત હવે ૧૭૪પ.પ૦ રૂપિયા છે. પહેલા તે ૧૭૬૪.પ૦ રૂપિયામાં ઉપલબ્ધ હતું. આ રીતે તેની કિંમતમાં ૧૯ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ ૧ એપ્રિલે તે ૩૦.પ૦ રૂપિયા સસ્તુ થયું હતું. હવે ૧૯ કિલોનો સિલિન્ડર કોલકાતામાં ૧૮પ૯ રૂપિયા, મુંબઈમાં ૧૬૯૮.પ૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૯૧૧ રૂપિયામાં મળશે. ઘટાડેલી કિંમતો આજથી લાગુ થઈ ગઈ છે. ૧૯ કિલોના સિલિન્ડરને હલવાઈ સિલિન્ડર પણ કહેવામાં આવે છે. તેના ભાવ ઘટાડાથી ખાવા-પીવાનું સસ્તુ થવાની ધારણા છે.
જો કે, ઘરોમાં વપરાતા ૧૪.ર કિલોના એલપીજી સિલિન્ડરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સામાન્ય ગ્રાહકો માટે દિલ્હીમાં તેની કિંમત ૮૦૩ રૂપિયા છે, જ્યારે ઉજ્જવલા લાભાર્થીઓ માટે તેની કિંમત ૬૦૩ રૂપિયા છે. અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં સતત બે મહિના સુધી ૧૯ કિલોના સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓઈલ માર્કેટીંગ કંપનીઓએ ૧ માર્ચે તેની કિંમત ૧૭૬૯.પ૦ રૂપિયાથી વધારીને ૧૭૯પ રૂપિયા કરી દીધી હતી. ૧ ફેબ્રુઆરીએ તેમાં ૧૪ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે ૧ જાન્યુઆરીએ તેની કિંમતમાં ૧.પ૦ રૂપિયાનો નજીવો ઘટાડો કરવામાં આવ્યો હતો. ૧૯ કિલોગ્રામના સિલિન્ડરની સાથે એરક્રાફ્ટમાં વપરાતા એટીએફ એટલે કે ઈંધણની કિંમતમાં પણ આજથી ફેરફાર કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતોમાં આજે શરૂઆતી કારોબારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્રેન્ટ ક્રૂડ ૦.પ૪ ઘટીને ૮૭.૮૬ પર છે. બીજી તરફ ડબલ્યુટીઆઈ ક્રૂડ ૦.૬૮ ડોલરના ઘટાડા સાથે ૮૧.રપ પર ટ્રેડ કરી રહ્યું છે, જેથી હવે ઘરેલુ ગેસમાં ઘટાડાની આશા પણ વધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial