Advertisement
Author: નોબત સમાચાર

ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મ કે જાતિના નામે મત માંગી શકાશે નહીં

ખંભાળીયા તા. ૧: આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-ર૦ર૪ અન્વયે ગુજરાતભરમાં તા. ૭-મે ના મતદાન થવાનું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર જોરશોરથી થઈ રહ્યો છે. જે અન્વયે ચૂંટણીપંચ દ્વારા સુપ્રિમ કોર્ટના ચૂકાદા અનુસાર અમુક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે મુજબ ચૂંટણી એક બિનસાંપ્રદાયિક પ્રક્રિયા હોવાથી ચૂંટેલા ઉમેદવારની કાર્યશૈલી પણ બિનસાંપ્રદાયિક હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ધર્મના નામે ચૂંટણી ઉમેદવારની કાર્યશૈલી પણ બિનસાંપ્રદાયિક હોવી જોઈએ. કોઈપણ વ્યક્તિ ધર્મના નામે ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. ચૂંટણીમાં ઉમેદવારો અથવા તેના પ્રતિનિધિ ચૂંટણી પ્રચાર દરમિયાન ધર્મ કે જાતિ વગેરેના નામે મત માંગી શકે નહિ. જેની તમામ રાજકીય પક્ષો, ઉમેદવારોએ નોંધ લેવાની રહે છે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh