Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર માત્ર ૬૦ કિ.મી. અને કરાંચી ૪૦૦ કિ.મી. દૂર, પરંતુ
ખંભાળિયા તા. ૧: ખંભાળિયામાં જામનગરનું ૬૦ કિ.મી. દૂરનું એફ.એમ. સ્ટેશન આવતું નથી અને કિલોમીટરો દૂરનું કરાંચી સ્ટેશન ચોખ્ખું સંભળાતા લોકોમાં કુતૂહલ ફેલાયું છે.
ખંભાળિયા-દ્વારકા તથા જામનગર વિસ્તાર દરિયાઈ દૃષ્ટિએ પાકિસ્તાનની નજીક હોય, અહીં દ્વારકા-ખંભાળિયા-જામનગર વિગેરે સ્થળે ટી.વી.માં જ્યારે ડીસ સિસ્ટમ નહતી અને એંટેના હતું ત્યારે ટીવી રીલે કેન્દ્રો નંખાયા હતાં જેથી કરીને પાકિસ્તાન ટીવી અહીં ના આવે પણ હવે એંટેનાનો જમાનો નથી ડીસ તથા હવે તો વાઈફાઈ ટીવી, સ્માર્ટ ટીવી આવી ગયા છે ત્યારે કેટલાક સમયથી અહીં એફ.એમ. રેડિયોમાં ૧૦૧ નંબર પર કરાંચી પાકિસ્તાનનો એફ.એમ. રેડિયો શરૂ થતા ભારે ચર્ચા જાગી છે.
નવાઈની વાત છે કે, પાકિસ્તાન ભૂખમરો, બેકારી અને કંગાળિયતમાં છે ત્યારે તેનું એફ.એમ. સ્ટેશન ટેકનોલોજીવાળું કેવું કે છેક ૪૦૦ કિ.મી. દૂર છે છતાં અહીં સ્પષ્ટ આવે છે જ્યારે જામનગર ૬૦ કિ.મી. દૂર છે ત્યાંનું ૯૧.૯૦ સ્ટેશન આવતું નથી.
કાર તથા એફ.એમ. રેડિયોમાં સ્પષ્ટ આવતી પાકિસ્તાનની આ રેડિયો ફ્રિકવન્સી પાછી ભારતના દૂરદર્શનના રેડિયો ૧૦૧ ની ફીકવન્સી નજીક હોય, આ ભારતનું સ્ટેશન પણ હવે આવતું નથી. પાકિસ્તાનનું એફ.એમ. રેડિયો સ્ટેશન ચોખ્ખું આવતા ભારે કુતૂહલ ચર્ચા જાગી છે. પાકિસ્તાનનું સ્ટેશન ૧૦૧ પર આવે છે ભારતનું દૂરદર્શન ૧૦૦.૦૧ પર આવે છે તે પણ જોગાનુજોગ છે શું?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial