Advertisement
Author: નોબત સમાચાર

જુવાનગઢમાં ગૌશાળા માટે પોણા કરોડથી વધુ ફાળો થયો એકત્રિતઃ ઉત્સવો ઉજવાયા

કરમૂર પરિવારની શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન

ખંભાળીયા તા. ૧ : ખંભાળીયાના જુવાનગઢ ગામે કરમૂર પરિવારની શ્રીમદ્દ ભાગવત સપ્તાહમાં ગૌશાળા માટે પોણા કરોડથી વધુ રકમનો ફાળો ભેગો થયો હતો.

તાજેતરમાં ખંભાળીયા તાલુકાના જુવાનગઢ ગામે સ્વ. ડોસાભાઈ દાનાભાઈ કરમૂર પરિવાર દ્વારા અરવિંદભાઈ ભાયાભાઈ કરમૂર તથા શ્રીમતી બૂધીબેન અરવિંદભાઈ કરમૂરના મુખ્ય યજમાન પદે શ્રીમદ્ ભાગવત સપ્તાહ યોજાઈ હતી. જેમાં હજારો ભાવિકો ઉમટ્તા હતાં.

સોલા ભાગવત વિદ્યાપીઠના શાસ્ત્રી પ્રહલાદભાઈ ભોગાયતાના વ્યાસાસને યોજાયેલા આ સપ્તાહમાં ભવ્ય પોથીયાત્રા, દેવતાપૂજન, ભાગવત મહાત્મ્ય, કપિલજન્મ ઉત્સવ, નૃસિંહ અવતાર, શ્રીકૃષ્ણ જન્મોત્સવ, શ્રીરામ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, પરિક્ષીત મોક્ષ, શ્રીકૃષ્ણ સુદામા મિલનના કાર્યક્રમો યોજાયા હતા તથા અનેક સંતો-મહંતો આ શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં આશીર્વાદ આપવા આવ્યા હતા તથા સાંજે રાત્રે લોકડાયરો, ગાયત્રી ગરબા મંડળ, આહિરાણી રાસ, કાનગોપી મંડળી, કીર્તન મંડળના કાર્યક્રમો યોજાયા હતાં.

કરમૂર પરિવાર દ્વારા યોજાયેલ આ ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં વિવિધ કીર્તન મંડળીઓ રાસ મંડળીઓ દ્વારા રૂ. ૭પ.પ૦ લાખ ગૌચરા ગૌશાળાના લાભાર્થે એકઠા થયા હતા જે મોટી રકમ ગણાય ભાવિકોએ ઉદાર હાથી ફાળો આપ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh