Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંજે મતદાન પછી જાહેર થયેલા આંકડાઓમાં અપડેટઃ
નવી દિલ્હી તા. ૧: લોકસભાની ચૂંટણી માટે ૧૯ અને ર૬ એપ્રિલે મતદાન યોજાયું હતું. બન્ને તબક્કાના મતદાનના આંકડા ચૂંટણી પંચે જાહેર કરતા મતદાનનો સટીક આંકડો બહાર આવ્યો છે.
લોકસભાની ચૂંટણીને લઈને ૭ મે ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે. કુલ ૭ તબક્કામાં મતદાન થવાનું છે. ૧૯ એપ્રિલ અને ર૬ એપ્રીલે બે તબક્કામાં મતદાન યોજાઈ ગયું. બીજા તબક્કાના મતદાનના ૪ દિવસ પછી ચૂંટણી પંચે બન્ને તબક્કાના મતદાનનો સટીક આંકડો જાહેર કર્યો છે.
ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડાઓમાં મતદાનની ટકાવારીમાં વધારો જોવા મળ્યો છે. લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં ૬૬.૧૪ ટકા મતદાન થયું હતું અને બીજા તબક્કામાં ૬૬.૭૧ ટકા મતદાન થયું હતું. પંચે જણાવ્યું કે ૧૦ર બેઠકો માટે મતદાનના પ્રથમ તબક્કામાં ૬૬.રર ટકા પુરુષ અને ૬૬.૦૭ ટકા મહિલા મતદારોએ મતદાન કર્યું હતું, જ્યારે બીજા તબક્કામાં ૬૬.૯૯ ટકા પુરુષ મતદારો અને ૬૬.૪ર ટકા મહિલા મતદારોએ ૮૮ બેઠકો માટે મતદાન કર્યું હતું, જો કે ર૦૧૯ માં યોજાયેલી લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં ૬૯.૬૪ ટકા મતદાન થયું હતું.
લોકસભા ચુંટણી ર૦ર૪ ના પ્રથમ તબક્કાના મતદાન પછી શેર કરવામાં આવેલા ડેટામાં કુલ ૬૦.૦૩ ટકા મતદાન થયું હતું, જ્યારે પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર લોકસભા ચૂંટણી ર૦ર૪ ના બીજા તબક્કાના પ્રારંભિક ડેટા અનુસાર લગભગ ૬૧ ટકા (૬૦.૯૬ ટકા) મતદાન થયું હતું, જો કે તમામ કેન્દ્રોમાંથી છેલ્લું અપડેટ આવે ત્યાં સુધી આ આંકડો વધવાની ધારણા હતી.
લોકસભા ચૂંટણી ર૦ર૪ હેઠળ ચૂંટણીનો પ્રથમ તબક્કો ૧૯ એપ્રિલે (૧૦ર બેઠકો) અને ચૂંટણીનો બીજો તબક્કો ર૬ એપ્રિલ (૮૮ બેઠકો) પૂર્ણ થયો હતો. હવે ત્રીજા તબક્કાની ચૂંટણી ૭ મે ર૦ર૪ ના યોજાશે. ત્રીજા તબક્કામાં કુલ ૯૪ બેઠકો માટે મતદાન થશે. આ તમામ બેઠકોના ચૂંટણી પરિણામો પંચ દ્વારા ૪ જૂનના એકસાથે જાહેર કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial