Advertisement
Author: નોબત સમાચાર

૧૨ - જામનગર લોકસભા મતવિસ્તારની ચૂંટણીલક્ષી કામગીરી અંગે સર્વગ્રાહી સમીક્ષા કરાઈઃ જરૂરી સૂચનો

ચૂંટણીપંચ દ્વારા નિમાયેલ ઓબ્ઝર્વેરશ્રીઓ દ્વારા

જામનગર તા. ૧: લોકસભા સામાનય ચૂંટણી-ર૦ર૪ શાંતિપૂર્ણ અને ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે હેતુથી ભારતીય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી અંગેની સમગ્ર કાર્યવાહી પર દેખરેખ રાખવા ૧ર જામનગર સંસદીય મતવિસ્તાર માટે ત્રણ ઓબ્ઝર્વરોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં જનરલ ઓબ્ઝર્વર તરીકે હસમત અલી યાતો (અઈએએસ), પોલીસ ઓબ્ઝર્વર તરીકે ઉત્તપલ કુમાર નાસ્કર (આઈપીએસ) અને ખર્ચ ઓબ્ઝર્વર તરીકે અવિજિત મિશ્રા (આઈએએસ)ની નિમણૂક કરવામાં આવી છે.

આ ઓબ્ઝર્વરઓ દ્વારા જિલ્લા સેવા સદનના સભાખંડમાં ચૂંટણીલક્ષી કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા બેઠકનું આયોજન કરી જિલ્લામાં થયેલ ચૂંટણી સંબંધિત સમગ્ર કામગીરીની નોડલ અધિકારીઓ પાસેથી ઝીણવટતરી માહિતી મેળવી જરૂરી સૂચનો કર્યા હતાં.

ઓબ્ઝર્વરઓ દ્વારા પોલિંગ સ્ટેશનની વિગતો, જિલ્લાના મતદારો, જિલ્લામાં કાર્યરત ચેક પોસ્ટ, ઈ.વી.એમ., વિવીપેટની ફાળવણી, ઈવીએમ સ્ટોરેજની વ્યવસ્થા, ઈવીએમ રૂટ તથા ઈવીએમ સંબંધીત સુરક્ષા વ્યવસ્થા, મતદાન મથકોમાં પોલીસ સ્ટાફની ફાળવણી, ચૂંટણી સ્ટાફની તાલીમ, ચૂંટણી અંગે વાહનોની ફાળવણી, સ્ટ્રોંગ રૂમ વ્યવસ્થા, મતદાન જાગૃતિ કાર્યક્રમો, ઓનલાઈન ફરિયાદો અને તેના નિવારણ તથા કાયદો વ્યવસ્થા સહિતની બાબતોની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતાં.ં

બેઠકમાં જનરલ ઓબ્ઝર્વરશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ, સરળ તથા ભયમુક્ત વાતાવરણમાં યોજાય તે માટે જામનગર અને દ્વારકા બન્ને જિલ્લામાં કાયદો વ્યવસ્થા સુદૃઢ હોવી જરૂરી છે, તેમજ લોકો અને ખાસ કરીને યુવાઓ વધુમાં વધુ મતદાન કરે તે પ્રકારે મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમો યોજી વધુમાં વધુ મતદાન થાય તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.

બેઠકમાં જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.કે. પંડ્યા, દ્વારકા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી જી. ટી. પંડ્યા, જામનગર અને દ્વારકા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીઓ વિકલ્પ ભારદ્વાજ અને એસ. ડી. ધાનાણી, જામનગર અને દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નીતિશ પાંડેય, જામનગર અને દ્વારકા જિલ્લાના અધિક નિવાસી કલેકટર બી.એન. ખેર અને ભૂપેશ જટાણિયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઝીલ પટેલ, દ્વારકા જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી જે. ડી. પટેલ, એ.આર.ઓ. વિવિધ સમિતના નોડલ અધિકારીઓ, આસિસ્ટન્ટ નોડલ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh