Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'કાંઈ થાય તો અમારી જવાબદારી નહીં'
જામનગર તા. ૧: જામનગરમાં ભયજનક ઈમારતો અથવા ઈમારતનો હિસ્સાને સેઈફ સ્ટેઈજે લઈ જવા મહાનગરપાલિકા દ્વારા તાકીદ કરવામાં આવી છે. જો આવી ઈમારતો ચોમાસાની સિઝનમાં કોઈ દુર્ઘટનાનો ભોગ બને તો મહાનગરપાલિકાની જવાબદારી રહેશે નહીં.
મહાનગરપાલિકા દ્વારા ભયજનક ઈમારતો અંગે સર્વે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે.
જામનગર મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલ તમામ ભયજનક ઈમારતોનું પ્રિ મોન્સુન કામગીરીના ભાગરૂપે દર વર્ષે ફીઝીકલ સર્વે કરાવવામાં આવે છે અને ભયજનક ઈમારતના આસામીને અથવા વપરાશકર્તાઓને આવું બાંધકામ સેઈફ સ્ટેઈજે લઈ જવા જાણ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૪ની પ્રિ-મોન્સુન કામગીરીના ભાગરૂપે આવી ભયજનક ઈમારતોને આસામીઓએ તાત્કાલીક બાંધકામ સેઈફ સ્ટેજે લઈ જવું અને મહાનગરપાલિકાના માન્ય સ્ટ્રક્ચર એન્જિનિયર્સ પાસેથી સ્ટેબીલીટીનુું સર્ટી. મેળવી લેવું અને ટાઉન પ્લાનીંગ શાખામાં રજુ કરવાનું રહેશે.
અન્યથા કોઈ કુદરતી હોનારત, ભારે વરસાદ, આકસ્મિક બનાવો, આગ લાગવાની ઘટના કે અન્ય કોઈ પણ પરિસ્થિતિમાં જાનહાનિ થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે-તે ઈમારતનો ભોગવટો કરનાર માલિકની રહેશે.
શહેરના જુદા જુદા વિસ્તારમાં આસામીઓ દ્વારા ઈમારતનું રિનોવેશન, રિપેન્ટીંગ, ફ્લોરીંગ ચેન્જ, દીવાલોના આંતરીક બદલાવ વિગેરે માટે વિકાસ પરવાનગીની જરૂર રહેતી નથી.
આવા કામો મહાનગર પાલિકાના રજીસ્ટર્ડ આર્કીટેક્ટના સુપર વિઝનમાં સ્ટ્રક્ચર એન્જિનિયરોની યોગ્ય સલાહ મેળવ્યા પછી કરવા જરૂરી છે. જેથી બાંધકામના સ્ટ્રક્ચર ડેમેજને અટકાવી શકાય અને જાનહાનિ નિવારી શકાય. આથી આવા કામના નિષ્ણાતોની સલાહ, માર્ગદર્શનમાં જ કરવામાં આવે તે જરૂરી છે.
ખાસ કરીને ગઢની રાંગના અંદરના વિસ્તાર સનદી બાંધકામોમાં કોઈ આંતરીક ફેરફાર કરતા પહેલાં રજીસ્ટર્ડ એન્જિનિયરની સલાહ-માર્ગદર્શન મેળવવાનું રહેશે.
રીનોવેશન-રિપેટીંગ ઉપરાંત કોઈપણ બાંધકામ અપર ફ્લોર કરતા સમયે હૈયાત બાંધકામની યોગ્ય સ્ટૂચલી ચકાસણી કર્યા પછી જ ધોરણસરની વિકાસ પરવાનગી મેળવ્યા પછી આવા કામો કરવા હિતાવહ છે. જો કોઈ આસામીના આજુબાજુમાં આવી ભયજનક ઈમારત જોવા મળે તો ટીપીઓ શાખાનો સંપર્ક સાધવા સિટી ઈજનેરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial