Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથઉછીની લીધેલી રકમનો ચેક પરત ફર્યાની ફરિયાદઃ
જામનગર તા. ૧: જામનગરમાં ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા એક આસામી પાસેથી તેમના ભાણેજે રૂ.૧,૬૬,૩૦૦ હાથઉછીના લઈ આપેલો ચેક પરત ફર્યાની કોર્ટમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને તક્સીરવાન ઠરાવી ૧૨ મહિનાની કેદની સજા અને ચેકની રકમ મુજબનું વળતર ચૂકવી આપવા હુકમ કર્યાે છે.
જામનગરના માતૃકૃપા ટ્રાવેલ્સ ચલાવતા ચંદ્રજીતસિંહ હેમતસિંહ ઝાલાએ વર્ષ ૨૦૧૫માં પોતાની પેઢીમાં કામ કરતા ભાણેજ અભિજીતસિંહ જયદેવસિંહ જાડેજાને કટકે કટકે રૂ.૧,૬૬,૩૦૦ હાથ ઉછીના આપ્યા હતા. તે રકમની ચૂકવણી માટે અભિજીતસિંહે મામા ચંદ્રજીતસિંહને ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત આવ્યો હતો. ચેક પરત અંગે નોટીસ પાઠવ્યા પછી ચંદ્રજીતસિંહે અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે અભિજીતસિંહ જાડેજાને તક્સીરવાન ઠરાવી ૧૨ મહિનાની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ બે મહિનાની કેદની સજા ફરમાવાઈ છે. ફરિયાદી તરફથી વકીલ નિતલ ધ્રુવ, ડેનીશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશિષ ફટાણીયા, ડી.એમ. જોષી, અલ્ફાઝ મુંદ્રા, અશ્વિન સોનગરા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial