Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શાળાઓ ખાલી કરાવી સઘન તપાસ શરૃઃ બોમ્બ સ્ક્વોડ-પોલીસ ઘટલા સ્થળેઃ વાલીઓમાં ગભરાટ ફેલાયો
નવી દિલ્હી તા. ૧: આજે દેશની રાજધાની દિલ્હી અને પડોશી શહેર નોઈડાની ૧૦૦ થી વધુ સ્કૂલોને બોમ્બ મૂક્યાના ધમકીભર્યા ઈ-મેઈલ મળ્યા પછી હડકંપ મચી ગયો હતો અને શાળાઓ ખાલી કરાવી બોમ્બ સ્ક્વોડ સાથે તપાસ શરૂ કરી છે. વાલીઓમાં ગભરાટ ફેલાયો છે, અને પોલીસે વાલીઓને ગભરાવાની જરૂર નથી, તેવું આશ્વાસન આપ્યું છે. મેઈલ ક્યાંથી આવ્યા તેની પણ તપાસ થઈ રહી છે.
દિલ્હી અને નોઈડાની ૧૦૦ થી વધુ સ્કૂલોમાં ધમકીભર્યો ઈ-મેઈલ મળતા તત્કાળ શાળાઓ ખાલી કરાવી સઘન તપાસ શરૂ કરાતા હડકંપ મચી ગયો હતો, તો બીજી તરફ આ ઈ-મેઈલ ક્યાંથી આવી રહ્યા છે, તેની તપાસ પણ કરાઈ રહી છે. પોલીસે પત્રકારોને જણાવ્યું હતું કે, તમામ શાળાઓની સઘન તપાસ થઈ રહી છે, પરંતુ બપોર સુધી કોઈ શંકાસ્પદ મળ્યું નથી. વાલીઓને ગભરાટ રાખવાની જરૂર નથી. પોલીસે આને લોકલ કોલ ગણાવ્યો છે. આ ઘટનાક્રમ કેન્દ્રિય ગૃહ મંત્રાલય નજર રાખી રહ્યું છે.
દિલ્હી અને નોઈડાની ડીપીએસ સિવાય દ્વારકાની ડીપીએસ, મયુર વિહારની મધર મેરી સ્કૂલ અને નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલ જેવી હાઈપ્રોફાઈલ સ્કૂલોનો સમાવેશ થાય છે. જે શાળાઓમાં ધમકીઓ મળી છે ત્યાંથી બાળકોને રજા આપી દેવામાં આવી છે. પોલીસ, બોમ્બ સ્કવોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. શાળાઓ-વાલીઓને જાણ કરવામાં આવી રહી છે. દ્વારકાની હાઈપ્રોફાઈલ ડીપીએસ સ્કૂલમાં બોમ્બ હોવાની ધમકી મળી હતી. સવારે છ વાગ્યે ફાયર વિભાગને આ અંગેની જાણ કરવામાં આવી હતી. ત્યારપછી દિલ્હીછ પોલીસ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. સમગ્ર શાળામાં તપાસ કરવામાં આવી હતી.
પૂર્વ દિલ્હીના મયુર વિહારમાં આવેલી મધર મેરી સ્કૂલને પણ ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. સમગ્ર શાળાને ખાલી કરાવીને સર્ચ કરવામાં આવી રહ્યું છે. નવી દિલ્હીની સંસ્કૃતિ સ્કૂલને પણ ઈમેલ દ્વારા આવી જ ધમકી મળી હતી. શાળામાં બોમ્બની ધમકી મળતા સમગ્ર શાળાને ખાલી કરાવવામાં આવી હતી. વસંત કુંજની ડીપીએસ સ્કૂલ અને દક્ષિણ-પશ્ચિમ જિલ્લાની ડીએવી સ્કૂલને પણ સમાન ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા છે. બુધવારે સવારે ૪-૩૦ વાગ્યે પુષ્પ વિહારની એમિટી સ્કૂલને ધમકીભર્યો ઈમેલ પણ મોકલવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવ્યો છે.
નોઈડાની ડીપીએસ સ્કૂલને પણ બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. નોઈડા ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલે કહ્યું કે નોઈડા ડીપીએસ. સ્કૂલને પણ એક ઈમેલ મળ્યો છે જેમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે અમે વિદ્યાર્થીઓને તાત્કાલિક ઘરે મોકલી દીધા છે, તેવાજ પ્રત્યાઘાતો અન્ય સ્કૂલોના પણ છે.
દિલ્હી પોલીસ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે, બુધવારે સવારે દિલ્હીની ઘણી સ્કૂલોમાં બોમ્બની ધમકીભર્યા ઈમેલ મોકલવામાં આવ્યા હતાં. ઈમેલના આઈપી એડ્રેસ પરથી એવું લાગે છે કે આ ઈમેલ દેશની બહારથી મોકલવામાં આવ્યો છે. આ મામલે તપાસ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસનું કહેવું છે કે પ્રારંભિક તપાસમાં એવું લાગે છે કે ગઈકાલથી ઘણી જગ્યાએથી ઈમેઈલ આવ્યા છે. આ ઈમેલમાં કોઈ ડેટલાઈન નથી. એક જ ઈમેલ અનેક જગ્યાએ મોકલવામાં આવ્યો છે.
આ પહેલા પણ દિલ્હીની શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈમેલ વારંવાર મોકલવામાં આવ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં, દિલ્હીના આરકેપુરમ સ્થિત ડીપીએસ સ્કૂલના પ્રિન્સિપાલને આવો જ એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. ફેબ્રુઆરીમાં સાકેતની એમિટી સ્કૂલને પણ આવો જ ઈમેલ મોકલવામાં આવ્યો હતો. આ ઈમેલમાં શાળા પાસેથી પૈસા પણ માંગવામાં આવ્યા હતાં, જો કે આ વખતે મોકલાયેલા મેઈલની ઉશ્કેરણીજનક અને આક્રમક ભાષા તથા સંખ્યાબંધ સ્કૂલોને ઈ-મેઈલ મોકલાતા આની તપાસ તમામ એંગલથી થશે, તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial