Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એટીએસ ધસી આવીઃ સુરક્ષા બંદોબસ્ત માટે કે અન્ય તપાસ માટે આગમન?

તાજેતરમાં જ દ્વારકાના દરિયામાંથી ઝડપાયંુ છે ડ્રગ્સઃ

જામનગર તા. ૧: જામનગરમાં આવતીકાલે વડાપ્રધાનની સભાના આયોજન માટે તડામાર તૈયારીઓ કરાઈ રહી છે ત્યારે ગોઠવાતા ચાંપતા બંદોબસ્ત વચ્ચે રાજ્યની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ પણ જામનગર આવી હોવાનું આધારભૂત સૂત્રો જણાવે છે. બે દિવસ પહેલાં દ્વારકાના દરિયામાંથી એક બોટમાં લાવવામાં આવતો હશીસનો જથ્થો ઝડપાયો છે અને સલાયાની બોટ કબજે થઈ છે ત્યારે આ મુદ્દે તપાસના કામે એટીએસ આવી છે કે કેમ? તે કહી શકાતું નથી.

જામનગરમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ગોઠવાઈ રહેલા ચાંપતા બંદોબસ્ત વચ્ચે આજે જામનગરમાં રાજ્યની એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ પણ આવી પહોંચી હોવાનું જાણવા મળી રહ્યંુ છે. જો કે, આ ટીમ વડાપ્રધાનની સુરક્ષાના બંદોબસ્ત અન્વયે આવી છે કે કોઈ કેસની તપાસના કામે આવી પહોંચી છે? તે આધારભૂત સૂત્રો જણાવી શકતા નથી.

આવતીકાલે વડાપ્રધાનની સભાના રૂટ પર તેમજ સભાના સ્થળે ગોઠવાતા બંદોબસ્ત વચ્ચે રેન્જ આઈજી અશોકકુમાર યાદવના સીધા માર્ગદર્શન હેઠળ જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ, દેવભૂમિ દ્વારકાના એસપી નિતેશ પાંડેય સહિતના આઈપીએસ અધિકારીઓ સઘન ચેકીંગ તથા વ્યવસ્થાની તમામ કડીઓ ચકાસી રહ્યા છે.

એલસીબી, એસઓજી તેમજ જામનગર જિલ્લાની પોલીસની સાથે અન્ય જિલ્લાઓની પોલીસ પણ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાઈ છે. તેની સાથે જ આજે જામનગરમાં રાજ્યની એટીએસ ટીમ પણ આવી પહોંચતા આ ટૂકડી સુરક્ષાની વ્યવસ્થા ચકાસવા માટે આવી છે કે તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકાના દરિયામાંથી ઝડપાયેલા હશીસના જથ્થાના તપાસના સંદર્ભમાં જામનગર આવી છે તે હાલના તબક્કે કહી શકાય તેમ નથી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh