Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ૨૬૦ વડીલોને કરાવી શ્રી સોમનાથ જયોતિર્લિંગની પાવન યાત્રા

બ્રહ્મસમાજ બન્યો 'શ્રવણ'

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭ઃ સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર 'શ્રવણ' બની ૬૦ વર્ષથી ઉપરના શહેરના ૨૬૦ વડીલોને શ્રી સોમનાથ જ્યોતિર્લિંગની યાત્રા કરાવી હતી.

પવિત્ર શ્રાવણ માસના દિવ્ય અવસરે, જ્યારે દરેક વ્યક્તિ પુણ્યનું ભાથું બાંધવા તત્પર હોય છે, ત્યારે જામનગરના સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સતત પાંચમાં વર્ષે પણ એક અનોખો સેવા યજ્ઞ આયોજિત કર્યો હતો. આધુનિક સમયમાં શ્રવણ કુમારની ભાવનાને સાચા અર્થમાં ચરિતાર્થ કરતા, સંસ્થા દ્વારા સર્વ જ્ઞાતિના વરિષ્ઠ નાગરિકો માટે બે દિવસીય 'શ્રવણ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે વર્ષે આયોજિત આ યાત્રામાં ૨૬૦ જેટલા ૬૦ વર્ષ કે તેથી વધુ ઉમરના વડીલોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને દેવાધિદેવ શ્રી સોમનાથ મહાદેવના દર્શનનો લ્હાવો લીધો હતો.

આ શ્રવણ યાત્રા તા.૧૭/૦૮/૨૬ સોમવારે રાત્રે ૯ કલાકે જામનગરથી પ્રસ્થાન સમયે બ્રહ્મસમાજ નું ગૌરવ એવા રાજુભાઈ મહાદેવ તથા ડિમ્પલબેન મહેતા ખાસ ઉપસ્થિત રહૃાા હતા.

આ યાત્રા વહેલી સવારે ૪ કલાકે વેરાવળ પહોંચી હતી અને ત્યાં વડીલો માટે આરામ કરવા ઉતારાની વ્યવસ્થા રાખવામાં આવી હતી. તા.૧૮/૦/૮/૨૬ મંગળવારે સવારે વેરાવળ ઉતારાથી ચા પાણી નાસ્તો કરી શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનાર્થે પહોંચી હતી ભગવાન ભોળાનાથના દર્શન કરી સંસ્થા દ્વારા ત્યાં બપોરની મહાપ્રસાદ ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

ભોજન બાદ બપોરે શ્રી ભાલકા તીર્થ દર્શન કરાવી વેરાવળ પહોંચી ત્યાં બપોરે વડીલો ને આરામ કરવા સાંજે ચા કોફી ગ્રહણ કરી પરત જામનગર જવા આ યાત્રા નીકળી હતી. સંસ્થા દ્વારા ધોરાજી  સાંજના ભોજન તથા ફલાહાર ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રિની ભોજન ગ્રહણ કર્યા પછી બધા વડીલો માટે આઈસ્ક્રીમની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.

આ સંપૂર્ણ યાત્રાનું આયોજન વડીલો માટે નજીવા દરે કરવામાં આવ્યું હતું. દરેક યાત્રાળુ પાસેથી ફક્ત ૨૦૦ રૂપિયાનો ટોકન ચાર્જ લેવામાં આવ્યો હતો, જેની સામે સંસ્થા દ્વારા બસમાં આવવા-જવાની સુવિધા, સવારે-સાંજે ચા-નાસ્તાની વ્યવસ્થા તથા બપોરે સોમનાથમાં અને રાત્રિના ધોરાજીમાં ભોજનની વ્યવસ્થા તેમજ વેરાવળમાં ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ શ્રવણ યાત્રામાં ૨૬૦ વડીલોની દેખરેખ અને સુવિધા માટે સંસ્થાના ૨૦ સ્વયંસેવકો ખડેપગે રહૃાા હતા અને દરેક યાત્રાળુની અંગત કાળજી લીધી હતી. આ ઉમદા કાર્યમાં ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પણ ભરપૂર સાથ અને સહકાર આપવામાં આવ્યો હતો, જેના કારણે આયોજન વધુ સુવિધાજનક બન્યું હતું.

આ સમગ્ર શ્રવણ યાત્રાને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતન ભટ્ટના માર્ગદર્શન હેઠળ સુનિલ જોષી,સિમિત રાવલ, જયદિપ રાવલ, મહેશ રાવલ, કિરીટ ઠાકર, રાજેશ ઠાકર,જામ્બાલી રાવલ, દેવેન્દ્ર શુકલ, જીતેશ વ્યાસ, નીરવ મહેતા, કેતન જોષી, કપિલ રાવલ, સંજય ઓઝા, જનક પંચોલી, વિવેક આશા, રાજુ વ્યાસ , શ્રેયસ જોષી, જેડીકાકા તથા અર્ચના જોષી, મનીષા જોષી, ધરતી વ્યાસ, જયેષ્ઠા જોષી, હિના ઠાકર, રક્ષા ભટ્ટ, માધવી  વ્યાસ, દિપાલી રાવલ, જાહ્નવી શુકલ,  વિદ્યા મહેતા,વાસંતી ઠાકર, ઉષા જોષી સહિતના મહિલા કાર્યકરો અને સંસ્થાના તમામ હોદ્દેદારો તથા સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh