Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લાના મત્સ્યોદ્યોગના વિકાસ માટે પ્રશ્નોનો ઉકેલ લાવવા માંગણી

ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭ઃ જામનગર જિલ્લામાં મોટો દરિયાકાંઠો આવેલ છે. અને આ દરિયાકાંઠા પરના બંદરો પર મોટાપાયે માછીમારીનું કામ થાય છે. જામનગર જિલ્લામાં મત્સ્યોદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં અને બંદર વિસ્તારના લોકોને રોજીરોટી રડી આપતો વ્યવસાય છે. આ માછીમારીના પ્રશ્નોની રજૂઆત જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે મત્સ્ય વિભાગના મંત્રી જીતુભાઈ વાઘાણીને લેખિતમાં કરી હતી.

જેમાં સચાણા બંદરને ૩૦૦ મીટર લંબાવવા તેમજ મત્સ્ય વિભાગ દ્વારા નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનને કનેકશન આપવામાં આવેલ ન હોય તાત્કાલિક કનેકશન આપવા રજૂઆત કરેલ. તેમજ સચાણા બંદરને કેન્દ્ર સરકારની નોડેલ એજન્સી દ્વારા મોર્ડન માછીમાર વિલેજ અંતર્ગત રૂ।. ૨ કરોડની ગ્રાન્ટ આપી ખુટતી સુવિધાઓ પૂર્ણ કરવાની મંજુરી મળેલ છે. જે તાત્કાલિક કામ શરૂ કરાવવા માંગણી કરી છે.

જોડીયા બંદર પર પાણી અને વીજળીની સુવિધા આપવી. તેમજ આ બંદરમાં જેટીની સગવડ ન હોય તાત્કાલિક સર્વે કરી જેટી મંજુર કરાવવી. જોડીયા બંદરમાં માછીમારોને ડ્રેસીંગ કરવાની માંગણી વર્ષો જુની છે. તે બાબતે યોગ્ય કાર્યવાહી કરવી. તેમજ જોડીયા બંદરને મોર્ડન માછીમાર વિલેજ તરીકે જાહેર કરવામાં આવેલ છે તો તે બાબતે પણ તાત્કાલિક કામ શરૂ કરવાની જરૂર છે. બેડી બંદરને ડેઝીંગ કરવાનું તેમજ બંદરમાં શૌચાલય, લાઈટ, પાણીની પુરતી સુવિધા આપવાની માંગણી કરી છે.

જામનગર જિલ્લાના જોડીયા, બેડી સિકકા, રસુલનગરમાં માછીમારોને ડીઝલ સબસિડી માટેના અધિકૃત પંપ ન હોવાથી આ લોકો સુવિધાથી વંચિત રહી જાય છે. માટે દરેકને ડીઝલ સબસીડીનો લાભ મળે તે માટે યોગ્ય કરવું. તેમજ આ વિસ્તારના માછીમારોને નવા ડીઝલકાર્ડ બનાવવા માટેની પ્રક્રિયા ઘણાં સમયથી પેન્ડીંગ છે. તો તેઓને તાત્કાલિક નવા ડીઝલકાર્ડ આપવા. તેમણે રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh