Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ગામોમાં સિંચાઈ માટે
જામનગર તા. ૨૭ઃ જામનગર તાલુકામાં ચાલુ સાલ વરસાદ ખૂબ જ ઓછો પડેલ છે. જેના કારણે હાલ સિંચાઈ આધારિત ખેતીના પ્રશ્નો મોટા પ્રમાણમાં ઉપસ્થિત થયા છે. છેલ્લા એક માસથી વરસાદ નહીં પડતા ખરીફ પાક સુકાવાની તૈયારીમાં છે અને આ સુકાતા પાકને સિંચાઈથી પાણી આપી બચાવવાની ખાસ જરૂરીયાત છે. જે અન્વયે જામનગર તાલુકાના જુદા જુદા ગામોમાંથી સૌની યોજનાના પાણી દ્વારા ડેમ- ચેકડેમ ભરવા સરપંચોએ ધારાસભ્યને રજૂઆત કરી હતી.
દોઢીયા, આમરા, જીવાપર ગ્રામ પંચાયતના સરપંચોએ સૌની યોજના દ્વારા સસોઈ ડેમ પાણીથી ભરવા અને ઉભો પાક બચાવવા રજુઆત કરેલ છે. જેથી સૌની યોજનાના પાણી દ્વારા સસોઈ ડેમ ભરવા ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રજુઆત કરી છે.
જામનગર તાલુકાના રણજીતપર ગામના સરપંચની રજુઆત મુજબ સૌની યોજના અંતર્ગત નીકળતી પાઈપલાઈનમાંથી ઉંડ-૧ ડેમની કેનાલમાં સૌની યોજનાનું પાણી છોડવામાં આવે તો આ વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. જિલ્લા પંચાયતના સદસ્ય મંગુબેન લખમણભાઈની રજુઆત મુજબ જગા ગામમાં આવેલ ત્રણ ચેકડેમ અને સ્વામી વિવેકાનંદન તળાવમાં પાણી પહોંચાડવા માટે સૌની યોજનાની પાઈપ લાઈન લંબાવી પાણી પહોંચાડવા રજુઆત કરી છે.
જોડીયા તાલુકાના ખીરી ગ્રામ પંચાયતના સરપંચની રજુઆત મુજબ ખીરી ગામે સૌની યોજના અંતર્ગત પાઈપ લાઈન નાખવામાં આવેલ છે જે બંધ હાલતમાં છે તે ચાલુ કરી ગામમાં આવેલ તળાવ ભરી ઉભા પાકને બચાવવા રજુઆત કરી છે.
જામનગર જિલ્લાના વેરતીયા, પીઠડીયા, મોટી નાગાજાર, ખાખરા, જીવાપર, નંદપુર, વિજયપુર, કૃષ્ણનગર, ખોખરી વગેરે ગામોના સરપંચએ સુકાતા ઉભા પાકને બચાવવા માટે સૌની યોજના અંતર્ગત ઉંડ-૧ ડેમ પાણીથી ભરવા માંગણી કરેલ છે. લાલપુર તાલુકાના દલતુંગી, મોડપર, ચારણ તુંગી, કાનવિરડી, અપીયા, જશાપર ગામના સરપંચએ સૌની યોજનાની લિંકમાંથી ફુલઝર-૨ ડેમમાં પાણી છોડવા રજુઆત કરી છે.
જામનગર તાલુકાના મોટા થાવરીયા, અલીયા, વિજરખી ગામના સરપંચે તેમજ ખેડુતોએ સૌની યોજનાનું પાણી વિજરખી ડેમમાં છોડવા રજુઆત કરી છે.
જામનગર જિલ્લાના આગેવાનો, ખેડૂતો અને સરપંચોની રજુઆત મુજબ અને વર્તમાન પરિસ્થિતિ ધ્યાને લઈ રાઘવજીભાઈ પટેલે સૌની યોજનાના પાણી દ્વારા જામનગર જિલ્લાના ડેમો, તળાવો, સિંચાઈ યોજનામાં ભરવા માટે રજુઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial