Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર વૃક્ષારોપણ

નિરંકારી મિશનનું ''વન નેસ-વન'' અભિયાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૬ઃ નિરંકારી મિશનના વન નેસ વન અભિયાન પ્રકૃતિ સાથે સમરસતા સાથે હરિત ભવિષ્ય તરફ જન આંદોલન હેઠળ જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન પર વૃક્ષારોપણ કરાયું હતું.

આઝાદી પર્વના પખવાડામાં સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશને ભારતને લીલુછમ સુંદર વનોનો દેશ બનાવવા માટે ૫ વર્ષ પહેલાં શરૂ કરેલી શ્રૃંખલા વન નેસ-વન અભિયાનના છઠ્ઠા તબક્કામાં સતગુરૂ માતા સુદીક્ષા જી મહારાજ અને નિરંકારી રાજપિતા રમિત જીના પાવન આશીર્વાદથી દેશની ૬૩૦થી વધુ બ્રાન્ચોમાં બે લાખથી વધુ છોડ રોપીને વાસ્તવિક દેશભક્તિનું અદ્ભુત ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. આ જ ક્રમ માં જામનગરમાં ગાંધીનગર રેલવે સ્ટેશન પાસે વૃક્ષો ના છોડ લગાવવામાં આવ્યા હતા.

સેવાદળ ઈનચાર્જ શ્રી સુરેશ રાજપાલ જીએ જણાવ્યું કે બાબા હરદેવ સિંહ જીનો દિવ્ય સંદેશ 'પ્રદૂષણ અંદર હોય કે બહાર, બંને જ હાનિકારક છે', માત્ર પર્યાવરણ સંરક્ષણનું આહ્વાન નથી, પરંતુ માનવીય ચેતનાને નિર્મળ અને પ્રકૃતિ પ્રત્યે જવાબદાર બનાવવાનું પ્રેરણાસ્ત્રોત છે. આ જ પ્રેરણાને સાકાર રૂપ આપતાં સંત નિરંકારી મિશન પોતાની પર્યાવરણ સંરક્ષણની પહેલ 'વનનેસ વન-પ્રકૃતિ સાથે સમરસતા'ના માધ્યમથી હરિત, સંતુલિત અને સતત ભવિષ્યના નિર્માણ માટે નિરંતર સમર્પિત ભાવથી કાર્ય કરી રહૃાું છે. ઓગસ્ટ ૨૦૨૧માં પ્રારંભ થયેલી આ અનોખી પહેલ આજે દેશવ્યાપી જનઆંદોલનનું સ્વરૂપ ગ્રહણ કરી ચૂકી છે. તેનો ઉદ્દેશ્ય માત્ર વૃક્ષારોપણ કરવાનો નથી, પરંતુ પ્રકૃતિ સાથે આત્મીય સંબંધને પુનજીર્વિત કરવો, પર્યાવરણ સંરક્ષણને જીવન-મૂલ્ય તરીકે સ્થાપિત કરવું તથા આવનારી પેઢીઓ માટે હરિત, સ્વચ્છ અને સંતુલિત પૃથ્વીનું નિર્માણ કરવું છે. સમય સાથે આ અભિયાન નિરંતર વિસ્તાર પામતું દેશભરમાં લાખો લોકોને પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલ બનવાની પ્રેરણા આપી રહૃાું છે.

ભારતના વિવિધ રાજ્યોમાં અત્યાર સુધી ૬૦૦થી વધુ 'વનનેસ વન' સ્થળો પર રોપાયેલા વૃક્ષોનું સંરક્ષણ અને સંવર્ધન નિરંકારી ભક્તોએ પૂર્ણ સમર્પણ સાથે કર્યું છે, જેમાં લગભગ ૩૫૦ વૃક્ષ જૂથ સ્થાપિત કરવામાં આવી ચૂક્યા છે. આ અભિયાન માત્ર વૃક્ષ લગાવવા સુધી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતિ, સંવેદનશીલતા, પર્યાવરણીય જવાબદારી તથા સામૂહિક સહભાગિતાની સંસ્કૃતિને પણ સુદૃઢ કરી રહૃાું છે. નિરંકારી મિશન માત્ર છોડ લગાવવા સુધી પોતાની જવાબદારી મર્યાદિત નથી રાખતું, પરંતુ તેમને વૃક્ષ બનવા સુધી નિરંતર સશક્ત બનાવે અને આવનારી પેઢીઓને સ્વચ્છ તથા હરિત વાતાવરણ પ્રદાન કરી શકે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh