Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.પ લાખના ચેક પરતના કેસમાં નગરના આસામીને એક વર્ષની સજા

ચેકની રકમ વળતર પેટે ચૂકવવા હુકમઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭ઃ જામનગરના એક આસામીને રૂ।.પ લાખના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદ ફટકારી છે.

જામનગરના જગદીશ ભાઈ કલ્યાણજીભાઈ ચંદ્રેશા પાસેથી રૂ।.પ લાખ તેમના મિત્ર નિમેશ કીર્તિભાઈ ભટ્ટીએ એક વર્ષ માટે હાથઉછીના લઈ તે રકમની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી પરત ફરતા જગદીશભાઈએ અદાલતમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી નિમેશ કીર્તિભાઈ ભટ્ટીને એક વર્ષની કેદ તથા ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ એસ.આર. કણઝારીયા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh