Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકાના શિક્ષણિવદ્ સુરેન્દ્ર સોલંકીની રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી

રાજ્યપાલ-મુખ્યમંત્રીના હસ્તે સન્માન થશેઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૨૭ઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં છેલ્લાં રર વર્ષથી કાર્યરત અને હાલમાં કોરાડા વાડી વિસ્તારના શિક્ષણવિદ સુરેન્દ્રભાઈ સોલંકીની સૌરાષ્ટ્ર ઝોનમાંથી રાજયના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી કરાઈ છે. આગામી પાંચમી સપ્ટેમ્બરે શિક્ષક દિનના અવસરે રાજ્યપાલ તથા મુખ્યમંત્રીની પ્રેરક ઉપસ્થિતિમાં તેઓનું રાજયકક્ષાના એવોર્ડથી સન્માન કરવામાં આવશે.

શિક્ષણવિદ સુરેન્દ્રભાઈ સોલંકીએ તાલુકાકક્ષાથી રાજયકક્ષા સુધી વિજ્ઞાનમેળા, શૈક્ષણિક નવાચાર, સંશોધન, પેપર પ્રેઝન્ટેશન અને પેપર નિર્માણ ક્ષેત્રે અવિરત કામગીરી કરી છે.

આ ઉપરાંત તેમણે જીસીઈઆરટીના સ્વાધ્યાયપોથી લેખન અને મોડયુલ નિર્માણમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. શાળા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી અનુદાન આપી શાળામાં ગણિત-વિજ્ઞાનનો રિસોર્સ રૂમ તૈયાર કર્યો છે. સીઈટી અને સીજીએમએસ જેવી સરકારી યોજનાનો વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહયા છે. તેઓ દ્વારા નવી શિક્ષણ નીતિને અનુમોદિત વૈદિક ગણિત અને વિજ્ઞાન આપણી આસપાસ નામના બે પુસ્તકો પણ પ્રકાશિત કર્યા છે.

આ અગાઉ તેઓને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ, પૂ.મોરારી બાપૂ હસ્તે ચિત્રકૂટ એવોર્ડ, પૂ.રમેશભાઈ ઓઝા હસ્તે ગુરૂગૌરવ એવોર્ડ તેમજ અચલા ફાઉન્ડેશન દ્વારા અચલા એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેઓએ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિ.માંથી શાસ્ત્રી, ડીપ્લોમા ઈન વૈદિક ગણિત, ડિપ્લોમા ઈન વાસ્તુશાસ્ત્ર તેમજ એલઈડી ફાઉન્ડેશન કોર્સ પૂર્ણ કરેલ છે. આ વિવિધ તાલીમોથી મેળવેલ જ્ઞાનને ગ્રાસરૂટ લેવલ સુધી પહોંચાડનાર સુરેન્દ્રભાઈના શિક્ષણ અને સામાકિ વિષયો પર અનેક મેગેઝીન તથા ઈન્ટરનેશનલ જરનલમાં તેમના લેખો પણ પ્રકાશિત થયા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh