Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોની ઉપસ્થિતિમાં
સલાયા તા. ૨૭ઃ સલાયામાં છેલ્લા થોડા મહિનાથી સલાયાના મુસ્લિમ સમાજના ધર્મગુરુ જેને હિન્દુ અને મુસ્લિમ બને સમાજના લોકો માને છે. એવા નેક દિલ વ્યક્તિ સૈયદ અબ્દુલહક્ક શિરાજી (અબુ ડાડા) ના સમર્થનમાં વિશાળ જન સભાનું આયોજન સલાયા વાસીઓ દ્વારા કરાયું હતું.
આ ધર્મગુરુને અમુક ઇસમો દ્વારા એમના ઉપર હેરાનગતિ તેમજ અરજીઓ કરી અને એમને હેરાન કરવાનું કાવતરું કરાઈ રહૃાું હતું. જેનાથી નારાજ થઈ અને કોઈ વિવાદ વધુ વકરી ન જાય અને ગામમાં શાંતિ તેમજ અમન રહે એવા સાફ હેતુથી અબુડાડા સલાયા મૂકીને ચાલ્યા જવાની વાત કરતા હતા. એમનો આ નિર્ણય કોઈ વિવાદ વધુ આગળ ન વધે અને ગામમાં અમન અને શાંતિ રહે એટલા માટે લેવાયો હતો. પરંતુ સમસ્ત સલાયા ગામજનો દ્વારા અબૂડાડાને ગામમાંથી જવા નહીં દેવા અને એમની સાથે સમગ્ર ગામ છે એ સમર્થન માટે વિશાળ હિન્દુ મુસ્લિમ ભાઈઓ અને બહેનોનું એક સંમેલન હાજી હાજી ઇસ્માઇલના ચોકમાં રાખેલ હતું. ત્યાં હજજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો આવ્યા હતા.
આ સંમેલનમાં સલાયાના મુસ્લિમ સમાજના તમામ આગેવાનો હાજર હતા.જેમાં સૈયદ ફયાઝ બાપુ ,અસરફી સુભાનીમિયા બાપુ,તેમજ હિન્દુ સમાજના અગ્રણી તેમજ વેપારી મંડળના પ્રમુખ ભરતભાઈ લાલ પણ હાજર રહૃાા હતા. તેમજ હિન્દુ સમાજના લોકો પણ હાજર રહૃાા હતા. આ સંમેલનમાં એકજ અવાજે તમામ લોકોએ અબુડાડાને ગામ છોડીને ના જવાની વિનંતી કરી હતી. ત્યારે હજારો લોકોનો પ્રેમ જોઈ ડાડાએ પણ પોતાનો નિર્ણય બદલી અને લોકોના પ્રેમને વધાવ્યો હતો. આ તકે એકજ અવાજે તમામ લોકોએ ડાડાને ખાતરી આપી હતી કે આપને જ્યારે પણ કઈ જરૂર પડે ત્યારે સમગ્ર હિન્દુ મુસ્લિમ સમાજ આપની સાથે છે અને રહેશે.
આ સંમેલનને સફળ બનાવવા નગરપાલિકા કારોબારી ચેરમેન ઇરફાન ભાયા, અસગર હાજી ગની,તબરેજભાઈ સંઘાર, હારુન ભગાડ,ઇમરાન સુંભણિયા, સિદ્દીક જસરાયા તેમજ ભાયા પરિવાર,જસરાયા પરિવાર, તોકલી વારા પરિવાર, ગજ્જન પરિવાર, ધર્માવ વાળા પરિવાર, ટેન્કર વાળા પરિવાર, ગાયત્રી વાળા પરિવાર, વતની વાળા પરિવાર, ભડાલા સમાજના આગેવાનો,આઈ લવ સલાયા ગ્રુપ પરિવાર, અગ્રણી વહાણવટીઓ વગેરેએ જહેમત ઉઠાવી હતી. અંતે જ્યારે અબૂડાડાએ આ સભાને સંબોધન કર્યું ત્યારે એને કહૃાું કે * આપ તમામ લોકોનો પ્રેમ જોઈ હું આ ગામને ક્યારેય નહીં મૂકું તેમજ મારી એક ઇચ્છા છે જે મેં આજ સુધીમાં ક્યારેય જાહેરમાં નથી કહૃાું જે આજ કહું છું એક મોટી હોસ્પિટલ તેમજ મોટી સ્કૂલ, મદ્રેસા બનાવવા મારી ઇચ્છા છે* ત્યાં હાજર તમામ લોકોએ આ વાતને વધાવી લીધી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial