Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા
જામનગર તા. ૨૭ઃ જામનગર જિલ્લા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થવાના કારણે ખેતી પાક પર ભારે સંકટ ઊભું થયું છે. વરસાદ ખેંચાતાં હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલો ઊભો મોલ પાણીના અભાવે સુકાઈ જવાની ભીતિ સેવાઈ રહી છે. આવા કપરા સમયે પાકને જીવનદાન આપવા માટે 'સૌની યોજના' હેઠળ નર્મદાના નીર ઊંડ-૧ ડેમમાં ઠાલવવામાં આવે તેવી પ્રબળ માંગ સાથે પંથકની વિવિધ ગ્રામ પંચાયતો દ્વારા સિંચાઈ વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
સરપંચો અને ખેડૂત અગ્રણીઓએ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનેરને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે, હાલના તબક્કે ઊભા પાકને બચાવવા માટે સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત છે. જો તાત્કાલિક પાણી નહીં મળે તો તૈયાર મોલ સુકાઈ જશે અને ખેડૂતોને લાખો-કરોડો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન સહન કરવું પડશે.
આ અંગે મોટી નાગાજાર, પીઠડીયા, વિરપર (ભરતપુર), ખારાવેઢા, ખાખરા, વિજયપુર, પીઠડપુર, જીવાપર, નંદપુર અને વેરતીયા સહિતની ગ્રામ પંચાયતોએ સામૂહિક માંગણી કરી છે. સાથોસાથ આ મામલે યોગ્ય કાર્યવાહી થાય તે હેતુથી સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ અને ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાને પણ પત્રની નકલ રવાના કરવામાં આવી છે. ખેડૂતોના હિતમાં તંત્ર દ્વારા તાકીદે ઊંડ-૧ ડેમ ભરવાનો નિર્ણય લેવાય તેવી ધરતીપુત્રો આશા રાખી રહૃાા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial