Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિ સહિત ચાર સામે પોલીસમાં ફરિયાદઃ
જામનગર તા. ૨૭ઃ જામજોધપુરના આંબરડી મેઘપર ગામના એક યુવતીના લગ્ન પોરબંદરના રાણાવાવમાં થયા પછી લગ્નના દોઢ મહિનામાં જ પતિ સહિતના ચાર સાસરીયાએ ઘરકામ બાબતે ત્રાસ આપી માર માર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ છે.
જામજોધ૫ુર તાલુકાના આંબરડી મેઘપર ગામમાં વસવાટ કરતા કિરણબેન મનસુખભાઈ સાગઠીયા (ઉ.વ.૩૦) નામના યુવતીના લગ્ન ગયા જાન્યુઆરી મહિનામાં પોરબંદરના રાણાવાવમાં રહેતા રજનીકાંત ડાયાલાલ વાઘેલા સાથે થયા હતા.
લગ્નજીવનના દોઢેક મહિનામાં જ કિરણબેનને ઘરકામ બાબતે ઝઘડા કરી મેણાટોણા મારવામાં આવતા હતા. તે ઉપરાંત મારકૂટ કરાતા પિયર પરત ફરેલા કિરણબેને ગઈકાલે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં પતિ રજનીકાંત, સાસુ સન્નીબેન, રમીલાબેન ભરતભાઈ વાઘેલા તથા ભરતભાઈ ડાયાભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial