Advertisement
Author: નોબત સમાચાર

વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારંભ

આગામી તા. ૩૦ ના રવિવારે જામનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭ઃ જામનગરના વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ દ્વારા બાવીસમો વિદ્યાર્થી સન્માન સમારંભ તા. ૩૦ ના રવિવારે સાંજે ૪-૩૦ વાગ્યાથી વિશ્વકર્મા બાગ, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, રેલવે સ્ટેશન રોડ, જામનગરમાં યોજવામાં આવ્યો છે. આ સાથે સાંજે પ વાગ્યે રક્તદાન કેમ્પ અને રાત્રે ૮ વાગ્યાથી સમૂહજ્ઞાતિ પ્રીતિભોજન રાખવામાં આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પાસે ભરેલા ફોર્મની કાપલી હશે તેમને જ ઈનામ આપવામાં આવશે. આથી કાપલી સાથે લાવવી ફરજિયાત છે.

આ તકે રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રિવાબા જાડેજા, મેયર મોનિકાબેન વ્યાસ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપ અધ્યક્ષા બિનાબેન કોઠારી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. જ્ઞાતિજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ અશોકભાઈ રાવલ, પ્રોજેક્ટ ચેરમેન મનિષભાઈ સરવૈયા અને મંત્રી રાજેશભાઈ ઉનાગડ દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh