Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં જુગારઃ સાત દરોડામાં ૧૪ મહિલા, ૨૫ પુરૂષ પકડાયા

રાજકોટ રેન્જની ટીમના દરોડામાં સાત પત્તાપ્રેમી પકડાઈ ગયાઃ

                                                                                                                                                                                                      

    જામનગર તા. ૨૭ઃ જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર શિતલવન સોસાયટીમાં ગઈકાલે સાંજે પોલીસે પાડેલા દરોડામાં દસ મહિલા ગંજીપાનાથી જુગાર રમતા મળી આવ્યા હતા. જ્યારે કાલાવડના કાશ્મીરપરામાં એક પુરૂષ, એક કીન્નર અને પાંચ મહિલા ગંજીપાના વડે જુગાર રમતા ઝડપાયા હતા. બંને સ્થળેથી કુલ રૂ।.૧૪૪૫૦ કબજે કરાયા હતા. રામેશ્વરનગર પાછળ માટેલ ચોકમાં તીનપત્તી રમતા ચાર મહિલા, છ પુરૂષ અને એક કિન્નર પોલીસના દરોડામાં પકડાયા હતા. એક શખ્સ નાસી ગયો હતો. શેખપાટ તથા જામજોધપુરમાંથી ૧૧ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા હતા. નાઘુનામાં રેન્જ આઈજીની ટીમે પાડેલા દરોડામાં સાત શખ્સ કુલ રૂ।.૪ લાખ ૬૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા.

જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ પર નાગમતી આવાસથી આગળ શિતલવન સોસાયટીમાં ગઈકાલે સાંજે જુગાર રમાતો હોવાની બાતમી પરથી સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સોસાયટીની શેરી નં.૩માં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા રેખાબેન રમેશભાઈ વાળા, ક્રિષ્નાબેન જયેશભાઈ ઝરમરીયા, મીતલબેન વિજયભાઈ ગુજરાતી, સપનાબેન જયેશભાઈ બાલા, મંજુલાબેન જીતેન્દ્રભાઈ વાઘેલા, કાજલબેન કૌશિકભાઈ ગોહિલ, કિરણબેન ગંગારામ સોઢા, જાનકીબેન નંદલાલ આહુજા, સરોજબેન ખોડીલાલ પરમાર, સંતોકબેન સંજયભાઈ ઝરમરીયા નામના દસ મહિલા મળી આવ્યા હતા. પટમાંથી પોલીસે રૂ।.૧૩૧૦૦ કબજે કર્યા છે.

કાલાવડના કાશ્મીરપરામાં એક શેરીમાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા મીરાબેન દિનેશભાઈ પરમાર, ભારતીબેન રાજેશભાઈ વાંસફોડીયા, રાજેશભાઈ પરસોત્તમભાઈ વાંસફોડીયા, મંજુલાબેન ભીખાભાઈ પરમાર, પુષ્પાબેન ચતુરભાઈ પરમાર, રેશ્માબેન મુકેશભાઈ પરમાર, વૈશાલી દિનેશભાઈ પરમાર (કીન્નર) નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. પટમાંથી રૂ।.૧૩૫૦ કબજે લેવાયા છે.

જામનગરના રામેશ્વરનગર ૫ાછળ આવેલા માટેલ ચોક નજીક ક્રિષ્ના પાર્કની શેરી નં.૩માં ગઈરાત્રે એક મકાન પાસે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે દરોડો પાડ્યો હતો. આ સ્થળેથી હીનાબેન ઉર્ફે હીરલબેન નટુભાઈ ચાવડા, મનહરબા નવલસિંહ પરમાર, અસ્મિતાબેન દિલીપસિંહ જાડેજા, નિર્મળાબા દિલીપસિંહ જાડેજા, રંજુબેન હાજીભાઈ ખફી (કીન્નર), ધનરાજસિંહ નવલસિંહ પરમાર, સાવનભાઈ શૈલેષભાઈ બાવરીયા, રોહિત કિરીટભાઈ સોઢા, રવિ વસંતભાઈ રાઠોડ, મનોજ કિશનભાઈ પુરબીયા, વિજય નીતિનભાઈ સોમાણી નામના ૧૧ વ્યક્તિ મળી આવ્યા હતા. પૃથ્વીરાજસિંહ વાઢેર નામનો શખ્સ નાસી ગયો હતો. પોલીસે પટમાંથી રૂ।.૧૨ હજાર રોકડા કબજે કર્યા છે.

જામનગર નજીકના નાઘુના ગામમાં ગઈરાત્રે રાજકોટ રેન્જની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં ગંજીપાનાથી જુગાર રમતા હસમુખભાઈ હેમતભાઈ અકબરી, ગૌતમ મનસુખભાઈ વેકરીયા, ભાવેશ ચનાભાઈ પ્રાંગડ, ઝલકભાઈ નંદલાલ મોરડ, જસ્મિનભાઈ અમૃતભાઈ સોરઠીયા, રાજેશ અરજણભાઈ અકબરી, ચિરાગ કેશુભાઈ વારોદરીયા નામના સાત શખ્સ ઝડપાઈ ગયા હતા. પટમાંથી રૂ।.૧ લાખ ૯૧ હજાર રોકડા, ચાર બાઈક, સાત મોબાઈલ મળી કુલ રૂ।.૪ લાખ ૬૧ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

રાજકોટ ધોરીમાર્ગ પર શેખપાટ ગામમાં નવાપરા વિસ્તારમાં ગઈકાલે રાત્રે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટાફે પાડેલા દરોડામાં તીનપત્તી રમતા સંજય બાબુભાઈ ડાભી, અરવિંદભાઈ વાલજીભાઈ ધારેવાડીયા, ગોવિંદભાઈ મનસુખભાઈ ધારેવાડીયા, રાજાભાઈ પેમાભાઈ ધારેવાડીયા, ખોડાભાઈ મુળુભાઈ ધારેવાડીયા નામના પાંચ શખ્સ રૂ।.૩૭૩૦ સાથે ઝડપાઈ ગયા હતા.

જામજોધપુર શહેરમાં ગઈરાત્રે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા દિનેશભાઈ ભગવાનજી સુરેજા, અશ્વિનભાઈ ડાયાભાઈ કાંજીયા, સુભાષભાઈ પરબતભાઈ જાવીયા, નીતિનભાઈ મોહનભાઈ વાછાણી, પ્રકાશભાઈ મનસુખભાઈ પરસાણીયા નામના છ વ્યક્તિ રૂ।.૧૩૩૦૦ સાથે પકડાઈ ગયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh