Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલપીજી ઈ-કેવાયસી તથા નવા ભાવ, સીએનજી-પીએનજી સહિત
નવી દિલ્હી તા. ૨૭ઃ પહેલી સપ્ટેમ્બરથી એલપીજીથી લઈને એરપોર્ટ સુધી ૫ મોટા ફેરફાર થશે.
૧ સપ્ટેમ્બરથી એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે, જે રસોડાના બજેટને અસર કરશે. ૩૧ ઓગસ્ટ સુધી એલપીજી-ઈકેવાયસી ન કરાવનારને સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડશે. આ ઉપરાંત, એટીએફ, સીએનજી-પીએનજીના દરો અને ટાટા-હૃાુન્ડાઈની કારના ભાવ પણ વધશે. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને એરપોર્ટ પર ઈમિગ્રેશન પ્રક્રિયામાં રાહત મળશે.
દર મહિનાની ૧ તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવની સમીક્ષા કરવામાં આવે છે. ૧ સપ્ટેમ્બરે પણ નવા દરો જાહેર કરવામાં આવશે, જે સીધી રીતે રસોડાના બજેટ પર અસર પાડશે. ઓગસ્ટ મહિનાની ૧ તારીખે કંપનીઓએ ૧૯ કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરમાં ૨૦૨ રૂપિયાનો ઘટાડો કર્યો હતો, જ્યારે ૧૪.૨ કિલોના ઘરગથ્થુ સિલિન્ડરના ભાવ સ્થિર રાખ્યા હતા. આ વખતે ભાવ વધે છે કે ઘટે છે તેના પર સૌની નજર રહેશે.
ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર નિયમિતપણે મેળવવા માટે ઇ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવી અનિવાર્ય છે. આઈઓસીએલ, બીપીસીએલ અને એચપીસીએલ એ ઈ-કેવાયસીની અંતિમ તારીખ ૨૩ ઓગસ્ટથી વધારીને ૩૧ ઓગસ્ટ કરી હતી. જો ૩૧ ઓગસ્ટ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નહીં આવે, તો ૧ સપ્ટેમ્બરથી સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે અથવા મોંઘા ભાવે સિલિન્ડર ખરીદવો પડી શકે છે.
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ મહિનાના પહેલા દિવસે એર ટર્બાઇન ફ્યુઅલના દરો પણ સુધારે છે. એટીએફના ભાવમાં થતા ફેરફારની સીધી અસર હવાઈ મુસાફરીના ભાડા પર પડે છે. ૧ સપ્ટેમ્બરના એટીએફના નવા દરો સાથે સીએનજી અને પીએનજીના ભાવમાં પણ સુધારો જોવા મળી શકે છે, જેનાથી વાહનચાલકો અને રસોડાના ગેસ વપરાશકર્તાઓ પર અસર પડશે.
નવા મહિનાની શરૂઆત કાર પ્રેમીઓ માટે આંચકાજનક રહેશે. ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ લિમિટેડ ૧ સપ્ટેમ્બર ૨૦૨૬ થી પોતાની તમામ કાર અને એસયુવીની કિંમતોમાં ૨૫,૦૦૦ રૂપિયા સુધીનો વધારો કરવા જઈ રહી છે. આ ભાવવધારો પેટ્રોલ-ડીઝલ (આઈસીઈ) અને ઇલેક્ટ્રિક વાહનો (ઈવી) બંને મોડેલો પર લાગુ થશે. આ સિવાય હૃાુન્ડાઈ મોટર ઇન્ડિયાએ પણ પોતાની કારના ભાવમાં આ વર્ષનો ૩જો વધારો કરવાની જાહેરાત કરી છે.
૧ સપ્ટેમ્બરથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હવાઈ યાત્રીઓ માટે એક રાહતના સમાચાર છે. રિપોર્ટ મુજબ, ભારતથી વિદેશ જતા મુસાફરોને હવે ઈમિગ્રેશન કાઉન્ટર પર બોર્ડિંગ પાસ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની જરૂર રહેશે નહીં. મુસાફરો મોબાઈલમાં ઈલેક્ટ્રોનિક બોર્ડિંગ પાસ અથવા તેની પ્રિન્ટેડ કોપી બતાવીને ઈમિગ્રેશન પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકશે, જેનાથી એરપોર્ટ પર સમયની મોટી બચત થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial