Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એકસોથી વધુ ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધોઃ
જામનગર તા. ૨૭ઃ જામનગર જિલ્લાના જામનગર તાલુકાના દડિયા ગામમાં અનુસૂચિત જાતિના બાગાયત ખેડૂતોના આર્થિક અને સામાજિક ઉત્થાન માટે બાગાયત ખાતા દ્વારા વિશેષ ખેડૂત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમના માધ્યમથી ખેડૂતોને સરકારની વિવિધ બાગાયતલક્ષી સહાય યોજનાઓ વિશે માહિતગાર કરવા સાથે પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં દડિયા તેમજ આસપાસના વિસ્તારોમાંથી ૧૦૦ થી વધુ અનુસૂચિત જાતિના બાગાયત ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં બાગાયત અધિકારીશ્રી વાય.એ. ડેર દ્વારા બાગાયતી પાકોના વાવેતર, કૃષિ યાંત્રીકરણ, રક્ષિત ખેતી, ડ્રીપ ઇરિગેશન માટે પાણીના ટાંકા નિર્માણ અને સોર્ટિંગ-ગ્રેડિંગ યુનિટ માટે મળતી સહાય અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. તેમણે ખાસ કરીને અનુસૂચિત જાતિના ખેડૂતો માટેની વિશેષ લક્ષિત યોજનાઓ પર પ્રકાશ પાડતાં જણાવ્યું હતું કે, ખેડૂતોની આવક વૃદ્ધિ માટે બાગાયત ખેતી એક અત્યંત અસરકારક માર્ગ છે.
ત્યારબાદ બાગાયત અધિકારીશ્રી પી. એ. બારોટ દ્વારા રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના ઉપયોગથી જમીન તથા માનવ સ્વાસ્થ્ય પર થતી વિપરીત અસરો વિશે સમજણ આપી પ્રાકૃતિક ખેતી અપનાવવા આહવાન કર્યું હતું.તેમણે ખેડૂતોને જૂથ બનાવી બજારલક્ષી બાગાયત અપનાવવા, મૂલ્યવર્ધન દ્વારા વધુ નફો મેળવવા તેમજ ખેડૂત ઉત્પાદક સંગઠન અને સ્વ-સહાય જૂથોના માધ્યમથી સંગઠિત થઈ ખેતી કરવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ તાલીમ દરમિયાન આત્મા પ્રોજેક્ટના બીટીએમ શ્રી ફળદુ દ્વારા જીવામૃત, ઘનજીવામૃત, બીજામૃત અને દશપર્ણી અર્ક જેવા પ્રાકૃતિક ખાતરો તથા કીટનાશકો ઘરે જ તૈયાર કરવાની પદ્ધતિનું પ્રત્યક્ષ નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે નિષ્ણાત અધિકારીઓ દ્વારા ખેડૂતોના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial