Advertisement
Author: નોબત સમાચાર

ઠેબા ગામના આસામીને ચેક પરતના બે કેસમાં એક-એક વર્ષની કેદ-દંડનો આદેશ

રૂ।.૩,૨૩,૮૦૦ના બે ચેક પરતનો મામલોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭ઃ જામનગરના ઠેબા ગામના એક આસામી સામે રૂ।.૧,૨૩,૮૦૦ તથા રૂ।.ર લાખના ચેક પરતની બે ફરિયાદ અદાલતમાં કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીને એક-એક વર્ષની કેદ તથા દંડ ફટકાર્યા છે. જામનગર તાલુકાના ઠેબા ગામમાં રહેતા સલીમ અલીભાઈ આસાણી નામના આસામી પાસેથી રૂ।.૪ લાખ ઠેબા ગામના જ રાજા સુમાર સુલતાને હાથઉછીના લઈ રૂ।.૭૩૨૦૦ ચૂકવી આપ્યા હતા અને રૂ।.૧,૨૩,૮૦૦ તથા રૂ।.ર લાખના બે ચેક આપ્યા હતા.

ઉપરોક્ત ચેક બેંકમાંથી નાણાના અભાવે પરત ફરતા સલીમભાઈએ નોટીસ પાઠવ્યા પછી જામનગરની અદાલતમાં બે ફરિયાદ નોંધાવી હતી. તે બંને કેસ ચાલી જતાં અદાલતે આરોપી રાજા સુમાર સુલતાનને એક-એક વર્ષની કેદ તથા દંડનો હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ભગીરથસિંહ ઝાલા, કલ્પેન રાજાણી રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh