Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૬૧૪૦૦ના વાયરની ચોરીની ફરિયાદઃ
જામનગર તા. ૨૭ઃ જામનગર તાલુકાના નારણપર ગામમાં આવેલા કેટલાક ખેડૂતોના ખેતરમાંથી કુલ ૭૩૦ ફૂટ કેબલ ચોરાઈ ગયો છે. આ ખેતરોમાં રાખવામાં આવેલી ઈલેકટ્રીક મોટરોમાંથી ઉપરોક્ત વાયરની ચોરી અંગે એક ખેડૂતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે રૂ।.૬૧૪૦૦ના વાયરની ચોરીનો ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જામનગર તાલુકાના નારણપર ગામમાં વસવાટ કરતા અને ખેતીકામ કરતા મીલનભાઈ નવીનભાઈ નંદા નામના ખેડૂત ઉપરાંત આજુબાજુમાં ખેતર ધરાવતા અન્ય ખેડૂતોના ખેતરોમાં લગાડવામાં આવેલી ઈલેકટ્રીક મોટરમાંથી કેબલની ચોરી થઈ ગઈ છે.
ખેડૂત ઉપરાંત અન્ય ખેડૂતોના ખેતરોમાંથી ચાર એમએમનો ૩૩૦ ફૂટ કેબલ તેમજ અઢી એમએમનો ૧૫૦ ફૂટ, ૬ એમએમનો ૨૫૦ ફૂટ કેબલ મળી કુલ ૭૩૦ ફૂટ કેબલ ચોરાઈ ગયો છે. કુલ રૂ।.૬૧૪૦૦ની કિંમતના કેબલની ચોરી અંગે મીલનભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial