Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જય સોમનાથ ગ્રુપ દ્વારા
જામનગર તા. ર૭ઃ જય સોમનાથ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ કાલાવડ તાલુકાના શિશાંગ ગામથી સોમનાથ ધામ સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતંું. ૬૦ પદયાત્રીઓએ મહાદેવને શિશ નમાવી મેઘવૃષ્ટિ તથા જન સુખાકારી માટે સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી હતી.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના શિશાંગ ગામ સ્થિત પૌરાણિક પ્રગટેશ્વર મહાદેવ મંદિરેથી છેલ્લા ૧પ વર્ષથી પદયાત્રી સંઘ સોમનાથ ધામ જઈ મહાદેવના દર્શન કરે છે. જય સોમનાથ ગ્રુપ દ્વારા દર વર્ષે યોજાતી આ પદયાત્રાની પરંપરાની શરૂઆત સ્વ. મહાવીરસિંહ ચુડાસમાએ કરાવી હતી. આ પરંપરા મુજબ આ વર્ષે પણ ૬૦ પદયાત્રીઓનો સંઘ મંદિરેથી રવાનો થયો હતો, જે ખેરડી, તરકાસર, બોરીયા, જામકંડોરણા, ધોરાજી સહિત વિવિધ માર્ગો પરથી પસાર થઈ સોમનાથ મંદિરે પહોંચ્યો હતો. પદયાત્રીઓએ સોમનાથ મહાદેવને શિશ નમાવીને પ્રાર્થના કરી હતી કે, કાલાવડ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો અને પૂરતો વરસાદ વરસે જેથી ખેડૂતોના પાકને જીવનદાન મળે અને સમગ્ર પંથકમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે. ચાલુ વર્ષે રાજકોટ શિશાંગ, સુખેડી અને ખેંગારકા સહિતના વિવિધ ગ્રુપના પદયાત્રીઓ તેમજ શિશાંગ ગામના સરપંચ બલભદ્રસિંહ જાડેજા સહિત પદયાત્રીઓ તથા સેવકગણ જોડાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial