Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
૯૩ નેપાળીઃ મોટાભાગના ભારતીયો
કાઠમંડુ તા. ર૭ઃ નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા ભારે પૂર પછી તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે. મોટાભાગના ભારતીય છે અને ૯૩ નેપાળી છે, જેઓની યુદ્ધના ધોરણે શોધખોળ થઈ રહી છે. આ યાત્રાળુઓ વિવિધ ટ્રાવેલ એજન્સીઓના ગ્રાહક છે. ભૂસ્ખલન અને કાટમાળને કારણે સંદેશાવ્યવહાર પ્રણાલી સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, અને તેની ચિંતા વધી છે.
ગઈકાલે સવારે નેપાળના રાસુવા જિલ્લામાં આવેલા ભારે પૂર પછી તિબેટમાં કૈલાશ માનસરોવર યાત્રા પર ગયેલા લગભગ ૪૦૦ યાત્રાળુઓનો સંપર્ક તૂટી ગયો છે. તેમાંના મોટાભાગના ભારતીય છે અને ૯૪ નેપાળી છે.
ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના સૂત્રોએ જણાવ્યું હતું કે બુધવારે ૩૯૦ યાત્રાળુઓ સરહદ પાર કરવાના હતાં. તેમણે ઉમેર્યું, થોડા સિવાય, અમે બપોરે ૩ વાગ્યા સુધી મોટાભાગના યાત્રાળુઓનો સંપર્ક કરી શક્યા નથી.
આ યાત્રાળુઓ વિવિધ ટ્રાવેલ એજન્સીઓના ગ્રાહકો છે. સમ્રાટ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ૭૧, લીફ હોલિડેઝના પપ, કાઠમંડુ હોલિડેઝના ૧૭, કૈલાશ જર્નીના ૩૧, એક્સપ્લોર વેકેશન્સના ૭, ટ્રેકર્સ સોસાયટીના ૯ર, રિચા ટુર્સના ૧ર, ફિશટેલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના ર૭, હિમાલયન ગ્લેશિયરના ૬ર અને આલ્પાઈન ઈકો ટ્રેકના ૧૬ ગ્રાહકો પ્રભાવિત થયા હોવાનું જાણવા મળ્યું છે.
ટ્રેકિંગ એજન્સીઝ એસોસિએશન ઓફ નેપાળના પ્રમુખ સાગર પાંડેએ જણાવ્યું હતું કે, યાત્રાળુઓનો સંપર્ક કરવા અને તેમની સ્થિતિનું મૂલ્યાંકન કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. પૂરથી રસુવાગઢી વિસ્તારમાં વસાહતો અને મહત્ત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ પ્રભાવિત થઈ છે. નેપાળ-ચીન સરહદ પર રસ્તાઓ અને અન્ય માળખાગત સુવિધાઓને નુક્સાન થયું છે, જેના કારણે તિબેટ જવાનો મુખ્ય માર્ગ અવરોધિત થયો છે. બુધવારે યાત્રાળુઓ તિબેટમાં સરહદ પાર કરવાની તૈયારી કરી રહ્યા હતાં ત્યારે અચાનક પૂર આવ્યું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial