Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના નીલકમલ ચોકમાં
જામનગર તા. ૨૭ઃ જામનગર મહાનગર પાલિકાની કામગીરી સમયાંતરે વિવાદમાં ચમકતી રહે છે. તાજેતરમાં વોટર વર્કસ શાખાએ મરામત સમયે ભૂગર્ભ શાખાની લાઈન તોડી નાખ્યા પછી તેને રીપેર કરવાને બદલે કપડાના ડૂચા ભરાવી લાઈન ચોકઅપ કરી નાખતા હવે ભૂગર્ભ ગટર શાખાએ મરામત માટે ખોદાણ કરતા લોકોની પરેશાનીમાં વધારો થયો છે. થોડા સમય પહેલા પાણીની પાઈપલાઈનમાં ભંગાણ થતા વોટર વર્કસ શા દ્વારા નીલકમલ ચોક (ખોડીયાર કોલોની)માં ખાડો ખોદવામાં આવ્યો હતો અને પછીથી ત્યાં પાણીની પાઈપલાઈનની મરામત કરવામાં આવી હતી. આ સમયે જમીન નીચે બાજુમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર શાખાની પાઈપલાઈન તોડી નખાઈ હતી, પરંતુ વોટર વર્કસ શાખાએ પાણીની પાઈપલાઈન રીપેર કરી પરંતુ ભૂગર્ભ ગટરની લાઈન રીપેર ન કરી અને ભૂગર્ભ ગટર શાખામાં જાણ પણ કરી ન હતી અને કપડાના ડૂચા ભૂગર્ભની લાઈનમાં નાખીને લાઈન ચોકઅપ કરી નાખી હતી. આથી છેલ્લા કેટલાક દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર નીકળતા ફરિયાદના આધારે હવે ભૂગર્ભ શાખાએ પોતાના હસ્તકની લાઈન રિપેરીંગનું કામ શરૂ કર્યું છે જે ૩ થી ૪ દિવસથી ચાલે છે અને આગામી ચારેક દિવસ સુધી ચાલનાર છે. પરિણામે વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. કારણ કે ત્યાં વરસાદી પાણીના નિકાલ માટેની મસમોટી કેનાલનું કામ પણ મહિનાથી ચાલી રહ્યું છે.
આમ, વોટર વર્કસ શાખાની બેદરકારીથી ખાસ વાહનચાલકો, રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. અને આર્થિક ડેમરેજ મહાનગર પાલિકાને ભોગવવાનો વારો પણ આવ્યો છે તે વધારામાં...
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial