Advertisement
Author: નોબત સમાચાર

નેપાળના પૂરની દૂર્ઘટના પછી ઉત્તરપ્રદેશ- બિહારમાં હાઈ એલર્ટ જાહેરઃ ટીમો સતર્ક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બન્ને રાજ્યોના સીએમને ફોન કર્યો

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૨૭ઃ નેપાળમાં ભયાનક પૂર-દુર્ઘટના પછી ભારતના બે રાજ્યોમાં હાઈએલર્ટ અપાયુ છે. બીજી તરફ કેટલાક નદીઓમાં જળસ્તર વધવા લાગ્યું હોવાના અહેવાલો છે.

નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની સ્થિતિને પગલે બિહાર અને ઉત્તર પ્રદેશના સીમાવર્તી વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંને રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રાહત-બચાવ ટીમો અને એનડીઆરએફને 'હાઈ એલર્ટ' પર રાખવા જણાવ્યુ હતું. બિહારના ૮ અને યુપીના નીચલા વિસ્તારોમાં તકેદારી વધારાઈ છે. યુપી સરકારે નેપાળમાં ફસાયેલા નાગરિકો માટે હેલ્પલાઇન ૧૦૭૦ જાહેર કરી છે.

નેપાળમાં અચાનક આવેલી વિનાશક પૂરની હોનારત બાદ બિહાર અને ઉત્તર પ્રદેશની સરહદો પર ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. પશ્ચિમ ચંપારણ જિલ્લામાં આવેલા વાલ્મીકિનગર ગંડક બેરાજ ખાતે પાણીનો બહાવ ઘટીને ૮૧,૦૦૦ ક્યુસેક પર આવી જતાં બિહાર અને યુપીના સીમાવર્તી વિસ્તારોને ક્ષણિક રાહત મળી હતી. નેપાળની ત્રિશૂલી નદીનું પાણી નારાયણી નદી દ્વારા આગળ વધતાં ગંડક નદી પરનું દબાણ ઘટ્યું હતું.

જોકે, નેપાળના દેવઘાટ ક્ષેત્રમાં મોડી રાત્રે પડેલા ભારે વરસાદને કારણે ગંડક નદીના જળસ્તરમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહૃાો છે, જેથી તંત્ર દ્વારા સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે જે સીમાવર્તી વિસ્તારોમાં પૂરની અસર થવાની ભીતિ છે, ત્યાં સ્થાનિક વહીવટીતંત્ર અને રાહત-બચાવ ટીમો સહિત એનડીઆરએફને 'હાઈ એલર્ટ' પર રાખવામાં આવ્યા છે.

નેપાળથી નીકળતી ગંડક નદીના કારણે બિહારના ૮ જિલ્લાઓ જેવા કે પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, ગોપાલગંજ, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, સીતામઢી અને શિવહરમાં તકેદારી વધારી દેવામાં આવી છે. ગોપાલગંજ, મુઝફ્ફરપુર અને બેતિયામાં એનડીઆરએફ અને એસએસબીની બટાલીયનો તૈનાત કરવામાં આવી છે.

બીજી તરફ, ઉત્તર પ્રદેશમાં મહારાજગંજ, કુશીનગર, સિદ્ધાર્થનગર અને ગોરખપુર સહિતના જિલ્લાઓમાં નીચલા વિસ્તારો ખાલી કરાવવામાં આવ્યા છે અને ગંડક તથા રોહિણ નદીઓના જળસ્તર પર સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

નેપાળમાં અચાનક સર્જાયેલી કુદરતી આફતમાં ફસાયેલા ઉત્તર પ્રદેશના નાગરિકોની મદદ માટે યુપી સરકારે હેલ્પલાઇન નંબર ૧૦૭૦ જાહેર કર્યો છે. ઉત્તર પ્રદેશ રાહત આયુક્ત કાર્યાલયના જણાવ્યા મુજબ, જો કોઈ પ્રદેશવાસી નેપાળમાં ફસાયો હોય કે તેને સહાયતાની જરૂર હોય, તો તેના પરિવારજનો તાત્કાલિક આ નંબર પર સંપર્ક કરી શકે છે. સરકારે નાગરિકોની સુરક્ષિત વાપસી માટે દૂતાવાસ સ્તરે પણ સંપર્ક સાધ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh