Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાનું એક વધુ નવું કારસ્તાન:

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭ઃ જામનગર મહાનગરપાલિકા દ્વારા ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પરથી કચરો એકત્ર કરવા માટે રૂપિયા અઢીસો કરોડનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, તેમ છતાં ગુલાબનગર પાસે ઠલવાઈ રહેલા કચરાના ડુંગરને દૂર કરવા અને ત્યાંથી કચરો ઉપાડવા માટે મનપા તંત્રએ વધુ રૂ।. ૬પ કરોડનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે.

જામનગર મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર સહારાબેન મકવાણાએ મ્યુનિ. કમિશનરને વિસ્તુત આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા સાથે તપાસની માંગણી કરી છે.

જે કંપનીને કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે તે જ કંપની પાસેથી શા માટે ડમ્પીંગ પોઈન્ટ પરથી કચરો ઊપાડવાની કામગીરી કરાવવામાં આવતી નથી?

આ નવો કોન્ટ્રાક્ટ આપીને પ્રજાની તિજોરીમાંથી રૂ।. ૬પ કરોડના કોન્ટ્રાક્ટની લ્હાણી કરી દેવામાં આવી હોવાનું સમજાય છે અને તેમાં મનપાના અધિકારી અને સત્તાધારી પક્ષની મિલીભગતના કારણે આ પ્રકારના કરોડો રૂપિયાના ખર્ચા થઈ રહ્યા છે.

જે બે કંપનીઓને ડોર-ટુ-ડોર અને કચરાના પોઈન્ટ પરથી કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે બે કંપનીઓ પાસેથી જ ડમ્પીંગ પોઈન્ટનો કચરો ઉપાડવાની ફરજ પાડવી જોઈએ, જેથી પ્રજાના રૂ।. ૬પ કરોડ જેવી માતબર રકમનો ખર્ચ થતો અટકી જશે.

આ સમગ્ર મામલે તપાસ યોજી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તથા રૂ।. ૬પ કરોડનો નવો કોન્ટ્રાક્ટ રદ્ કરવા તેમણે માંગણી કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh