Advertisement
Author: નોબત સમાચાર

વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળ દ્વારા એનિમલ હોસ્ટેલ બનાવવા રજૂઆત

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૭ઃ ખંભાળીયામાં ગૌવંશ અનેક રસ્તા પર રખડતા હોય, રસ્તાને અડચણરૂપ બેસતા હોય તથા ખંભાળીયા વિસ્તારમાં આવી રીતે અનેક ગૌવંશના કારણે વાહનચાલકો તથા આવી રીતે અનેક ગૌવંશના મૃત્યુ થતા હોય સંતો તથા અગ્રણીઓ, વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગદળના કાર્યકરો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને ખંભાળીયા એનિમલ હોસ્ટેલ શરૂ કરવા રજૂઆત કરવામાં આવી છે.

આ તમામે નગરપાલિકા ખંભાળીયાને પણ રજૂઆત કરી હતી પરંતુ તેમના કહેવા પ્રમાણે તેમની પાસે ઢોરને પકડવા વ્યવસ્થા છે પણ રાખવા માટે કોઈ વ્યવસ્થા ન હોય, ઢોર પકડી શકતા નથી જેની ઢોરવાડા કે જેઓ સરકારી ગ્રાન્ટો લે છે તેમાં ૨૦/૨૫ ઢોર સંસ્થા દીઠ આપીને તથા શહેરમાં રખડતા ઢોરની   સંખ્યા બે હજાર જેટલી હોય, તેમના માટે એનિમલ હોસ્ટેલ તથા ચરીયાણ માટેની જગ્યા ફાળવવા તાકીદે વ્યવસ્થાની માંગણી કરવામાં આવી છે.

સંત બ્રહ્મચારી ભાસ્કરાનંદ બાપુ, વિ.હિ.પ.ના ભમબાપુ, પ્રવિણચંદ્ર કંચવા, બજરંગ દળના ઈશ્વરભાઈ સોલંકી, અગ્રણી ધીરેનભાઈ બદિયાણી દ્વારા માંગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh