Advertisement
Author: નોબત સમાચાર

માન સરોવર યાત્રી ભાવનાબેન પરમારનું સન્માન

ભારત તિબ્બત સંઘ જામનગર મહિલા વિભાગ દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: ભારત તિબ્બત સંઘ જામનગર મહિલા વિભાગના બહેનો દ્વારા  જામનગરમાં વસઈ નજીક આવેલ વાત્સલ્યધામ વૃદ્ધાશ્રમના પ્રમુખ ભાવનાબેન પરમાર જેઓ હાલમાં કૈલાસ માનસરોવરની અદ્ભુત, ઐતિહાસિક અને અવિસ્મરણીય યાત્રા સુખદ રીતે પૂર્ણ કરી પરત ફર્યા છે, તેઓની શુભેચ્છા મુલાકાત કરવામાં આવી તેમજ અનુભવ કથન બેઠકનું આયોજન વાત્સલ્ય ધામમાં કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં ભારત તિબ્બત સંઘ પ્રદેશ મહિલા મંત્રી ડિમ્પલબેન જે. રાવલ, પ્રદેશ શોધ અને વિકાસ પ્રબંધ સહસંયોજક ડૉ. પૂર્ણિમા નંદા, જામનગર ભારત તિબ્બત સંઘ મહિલા વિભાગ અધ્યક્ષ પાયલબેન શર્મા, ધારાબેન પુરોહિત, રીટાબેન ઝિંઝુવાડીયા,  મીનાક્ષીબેન, દિસીતાબેન પંડ્યા ઉપસ્થિત રહૃાા હતા.

આ બેઠકમાં ભારત તિબ્બત સંઘના સભ્યો દ્વારા કૈલાસ માન સરોવરની યાત્રા પરિપૂર્ણ  કરનાર ભાવનાબેન પરમારનું પુષ્પ માળા ,પુસ્તક તેમજ ખેસ દ્વારા અભિવાદન સત્કાર કરવામાં આવ્યું હતું તેમજ ભાવનાબેન દ્વારા અનુભવ કથન અને ભારતીય પરંપરાના અનંત શિખર સમાન માનસરોવર યાત્રાના અનુભવોનો સુંદર કથન કરવામાં આવ્યું હતું, ભારતની પરંપરાને તેમજ ઐતિહાસિક વારસાને જાળવવા દરેક ભારતીય કટિબદ્ધ થાય અને માન સરોવર જે અધ્યાત્મનું શિખર કહી શકાય તેવું આપણું યાત્રાધામ હંમેશા ભારતનું એક ગૌરવ બની રહે તેવી અભ્યર્થના પણ આ તકે વ્યક્ત કરવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh