Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક વ્યક્તિઓએ વળતર સામે લીધો હતો વાંધોઃ
જામનગર તા. ૮: લાલપુરના કાનાલુસમાં આવેલી એક જગ્યા વર્ષ ૨૦૧૦ પહેલાં ઔદ્યોગિક હેતુસર સંપાદિત થયા પછી તેના ચૂકવવાના થયેલા વળતર અંગે કેટલાક વ્યક્તિઓએ વાંધો લઈ અદાલતમાં દાવો કર્યાે હતો. તે દાવો અદાલતે રદ્દ કરવાનો આદેશ કર્યાે છે.
લાલ૫ુર તાલુકાના કાનાલુસ ગામના ખાતેદાર ખેડૂત વનીતાબેન રણજીતસંગ વાળાની ખેતીની જગ્યા સ્પેશિયલ ઈકોનોમીક ઝોનની સ્થાપના કરવાના હેતુસર સંપાદન માટેનું જાહેરનામુ પ્રસિદ્ધ થયું હતું. આ જમીનનું વળતર તેમને ચૂકવવા ગુજરનાર રૂપસંગ વજેસંગ પુરબીયાના વારસ મણીબેન, લલીતસંગ ગુલાબસંગ વગેરે છ દ્વારા વાંધો ઉઠાવાયો હતો. તેથી કાયદા મુજબ ચૂકવવાનું થતું વળતરની રકમ સંબંધે સંપાદન અધીકારીએ કોર્ટ તરફ રેફરન્સ કેસ રીફર કર્યાે હતો.
ઉપરોક્ત કેસમાં ખાતેદાર વનીતાબેન તરફથી રોકાયેલા વકીલે ગુજરનાર રૂપસંગ પુરબીયાના વારસોને વાંધો લેવા કોઈ અધિકાર નથી તેમ જણાવ્યું હતું અને વનીતાબેનની માલિકીના તમામ આધાર પુરાવા રજૂ કર્યા હતા. બંને પક્ષ તરફથી રજૂ થયેલી દલીલો સાંભળ્યા પછી મણીબેન રૂપસંગ પુરબીયા વગેરેને વળતરમાં વાંધો લેવા અધિકાર નથી તેમ ઠરાવી તેઓનો વર્ષ ૨૦૧૦નો દાવો રદ્દ કરાયો છે. વનીતાબેન તરફથી વકીલ બિમલ ચોટાઈ, નીલ ચોટાઈ, સુમિત સોલંકી, મોનીલ ગુઢકા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial