Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં દેશી-વિદેશી કલાકારો સાથે રોમાંચક અને દિલધડક કરતબો રજૂ કરતું એશિયાડ સર્કસ

દિલ ધડકના ભૂલ જાતે હૈ... ઐસે કરતબ હમ દિખાતે હૈ

                                                                                                                                                                                                      

સર્કસનું નામ પડતા જ દિલમાં રોમાંચનો પ્રવાહ વહેતો થઇ જાય છે અને એટલે જ જામનગરીઓ હમણાં રોમાંચિત છે કારણકે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભારતનું સૌથી મોટું સર્કસ એશિયાડ સર્કસ ધૂમ મચાવી રહૃાું છે. 'નોબત' સાથેનાં સંવાદમાં એશિયાડ સર્કસના મેનેજર દિપરાજસિંઘે સર્કસની વિશેષતાઓ વિશે વાત કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશનું એશિયાડ સર્કસ ઇથોપીયન અને આફ્રિકન સહિતનાં વિદેશી કલાકારો સાથે કુલ ૬૦ થી વધુ સ્ટાફ સાથે કાર્યરત છે. છેલ્લા ૨૫ વર્ષથી આ સર્કસે દેશભરમાં ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. વર્ષમાં વિવિધ ૧૦ શહેરમાં પ્રદર્શન કરતા એશિયાડ સર્કસનું જામનગરમાં પ્રથમ વખત આગમન થયું છે. સર્કર્સમાં પ્રતિદિન ૨ કલાકનાં ૩ શો યોજાય છે. ૨ કલાકમાં નિષ્ણાત કલાકારો દ્વારા વિવિધ ૨૫ થી વધુ દિલધડક કરતબો રજૂ કરવામાં આવે છે. ડોગ્સ એટલેકે શ્વાન (કૂતરાઓ) ની પણ આઇટમ પ્રસ્તુત કરવામાં આવે છે. જે નાના બાળકોને ખાસ આકર્ષે છે. દર્શકો માટે ૨ કલાકનો શો સાહસ અને રોમાંચનાં યાદગાર અનુભવ સમાન બની રહે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh